પોરબંદરમાં વીરભનુની ખાંભીથી નિરમા ફેકટરીના ગેટ સુધી સામેના રોડ ઉપર બાવળ સહિત ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય તથા ધુળ, માટી અને કચરો જોવા મળી રહ્યા હોવાથી મહાસફાઇ અભિયાન જરી બન્યુ છે.
પોરબંદર નગરપાલિકાનુ તંત્ર જુદા જુદા વિસ્તારોમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સફાઇની કામગીરી કરાવી રહ્યુ છે પરંતુ અમુક વિસ્તારને બાકાત રાખી દીધા હોય તેવુ જણાઇ રહ્યુ છે જેમાં વીરભનુની ખાંભીથી કોસ્ટગાર્ડ હેડકવાર્ટર થઇને નિરમા ફેકટરી તરફ જતા રસ્તે આર.જી.ટી. કોલેજ અને તેની દીવાલની બહાર મોટી માત્રામાં ગાંડાબાવળ સહિત ઝાડી- ઝાંખરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે એટલુ જ નહી પરંતુ ત્યાં ધૂળ સહિત અન્ય કાટમાળ પણ ખડકાઇ ગયેલો જોવા મળી રહ્યો છે જેના કારણે રસ્તો સાંકડો થઇ ગયો છે.
માટે નગરપાલિકાના તંત્રએ અહીંયા પણ સમગ્ર રસ્તા પર બન્ને સાઇડ સફાઇ અભિયાન કરાવવુ જોઇએ તેવી માંગણી લખમણભાઇ દાસા દ્વારા કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના સુભાષનગર વિસ્તારની ખાડીમાંથી મળ્યો કોહવાયેલો મૃતદેહ
May 24, 2025 03:04 PMમાછીમારોનું તારીખ ૧ જૂનથી ૧૫ ઓગસ્ટ સુધીનું વેકેશન થયુ જાહેર
May 24, 2025 03:02 PMપ્રાથ.શાળામાં ફેરબદલીવાળા સિનિયર શિક્ષકને આચાર્યનો ચાર્જ સોંપી શકાશે
May 24, 2025 02:58 PMકેરળમાં ચોમાસાની 8 દિવસ વહેલી એન્ટ્રી
May 24, 2025 02:51 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech