ફ્રાન્સની એક કોર્ટે સોમવારે નેશનલ રેલી પાર્ટીની નેતા મરીન લે પેનને યુરોપિયન સંસદના ભંડોળના ઉચાપત કેસમાં દોષિત ઠેરવ્યા હતા. આ નિર્ણયથી ફ્રાન્સના રાજકારણમાં નાટકીય વળાંક આવ્યો છે. કોર્ટના ચુકાદાની સાથે લે પેન પર પાંચ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે ૨૦૨૭ની રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકશે નહીં.
કોર્ટે લે પેનને ચાર વર્ષની સજા ફટકારી છે. જેમાંથી બે વર્ષ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બાકીના બે વર્ષ હાઉસ અરેસ્ટ હેઠળ ભોગવવા પડશે. આ સિવાય તેણે ૧,૦૮,૦૦૦ ડોલરનો દંડ પણ ભરવો પડશે. આ નિર્ણય રાજકારણમાં પ્રભાવશાળી વ્યક્તિ રહેલી લે પેન માટે આચંકા સમાન છે. ત્રણ વખત રાષ્ટ્રપતિની ચૂંટણી લડયા બાદ તે બે વખત ઈમેન્યુએલ મેક્રોન સામે ફાઈનલ રાઉન્ડમાં પહોચી હતી અને ૨૦૨૭ માટે તેને મજબૂત દાવેદાર માનવામાં આવી રહી હતી.
૨૦૨૪ની વચગાળાની ચૂંટણીમાં તેની પાર્ટી સંસદમાં સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી હતી.આ આરોપો લે પેન અને યુરોપિયન સંસદના નેતાઓ અને તેમના સહાયકો સહિત ૨૪ અન્ય પક્ષોના મેમ્બર્સ સાથે સંકળાયેલી લાંબા ગાળાની સ્કીમના છે. ફરિયાદીઓએ દલીલ કરી હતી કે, આરોપીઓએ સંસદીય સહાયકો માટે ફાળવવામાં આવેલા યુરોપિયન સંસદના ૪૮ લાખ ડોલરના ભંડોળનો દુરુપયોગ કર્યો હતો અને તેને ફ્રાન્સમાં પાર્ટીના કર્મચારીઓને ચૂકવણી કરવા માટે રીડાયરેક્ટ કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા ડીડીઓની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક
May 19, 2025 11:28 AMજામનગર જિલ્લાની સરકારી શાળાઓનું જ્ઞાન સાધના શિષ્યવૃતિ પરીક્ષાનું કંગાળ પરીણામ
May 19, 2025 11:25 AMજામનગર જિલ્લાના ૧૪ ડેમના દરવાજાની ઓઇલીંગ અને ગ્રીસીંગ કરાશે: ડેમ સાઇટની નીચે સફાઇ
May 19, 2025 11:22 AMજામનગરમાં લાલ પરિવારના ટ્રસ્ટો દ્વારા રક્તદાન યજ્ઞમાં રપર નાગિરકોનું રક્તદાન
May 19, 2025 11:18 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech