રાજકોટ સહિત દેશભરમાં હાલ ગરમીનો પારો ખૂબ ઉંચો જઈ રહ્યો છે. અનેક વિસ્તારોમાં લોકો હીટ વેવનો માર સહન કરી રહ્યા છે. ત્યારે આ હીટ વેવની આગાહી હોય કે કમોસમી વરસાદ હોય, ચોમાસાની ઋતુની એકંદર સ્થિતિ હોય કે શિયાળાના પવનોની સ્થિતિ દરેક ઋતુ વિશે આપણને ભારતીય હવામાન વિભાગ દ્રારા આગોતરી જાણ કરવામાં આવે છે. અતિવૃષ્ટ્રિ હોય કે અતિ ગરમીના સમયમાં સ્થિતિ અનુસાર આગોતરા પગલાં લેવા આપણને હંમેશા સાવચેત કરવામાં આવે છે.
ભારતીય હવામાન વિભાગ દ્રારા હવે દરેક નાગરિકને પોતાના મોબાઇલ ફોન પર જ આંગળીના ટેરવે પોતાના શહેરગામ સહિતના વિસ્તારોના હવામાનની તમામ માહિતી મળી રહે તે માટે વિશિષ્ટ્ર ફીચર સાથે તદ્દન ભારતીય એવી ૪ એપ્લિકેશન વિકસાવવામાં આવેલી છે. આ એપ્લિકેશનમાં પ્રથમ છે, મૌસમ એપ્લિકેશન.
મૌસમ એપ્લિકેશન હવામાનની આગાહી અને ચેતવણી સેવાઓના પ્રસારમાં સુધારણા માટે મોબાઈલ એપ મૌસમ લોન્ચ કરવામાં આવી છે. વપરાશકર્તાઓ અવલોકન કરેલ હવામાન, આગાહીઓ, રડાર છબીઓને અકસેસ કરી શકે છે અને આગામી હવામાનની ઘટનાઓ વિશે સક્રિયપણે ચેતવણી મેળવી શકે છે. મૌસમ મોબાઇલ એપ્લિકેશનમાં ૨૦૦ શહેરો માટે વર્તમાન તાપમાન, ભેજ, પવનની ગતિ અને દિશા દિવસમાં ૮ વખત અપડેટ કરવામાં આવે છે.
સૂર્યેાદયસૂર્યાસ્ત અને ચંદ્રોદય વિશેની માહિતી મૂનસેટ પણ આપવામાં આવે છે. હવામાન વિભાગના રાય હવામાન કેન્દ્રો દ્રારા ભારતના આશરે ૮૦૦ સ્ટેશનો અને જિલ્લાઓ માટે સ્થાનિક હવામાનની ઘટનાઓ અને તેમની તીવ્રતાની ત્રણ કલાકની ચેતવણીઓ જારી કરવામાં આવે છે. ગંભીર હવામાનના કિસ્સામાં, તેની અસર પણ ચેતવણીમાં સામેલ હોય છે. ભારતના ૪૫૦ શહેરોની છેલ્લા ૨૪ કલાક અને ૭–દિવસના હવામાનની સ્થિતિઓની સચોટ આગાહી પણ કરવામાં આવે છે.
આ એપ્લિકેશન જોખમી હવામાન વિશે નાગરિકોને ચેતવણી આપવા માટે આગામી પાંચ દિવસ અંગેની આગાહી જાહેર કરી, કલર કોડ (લાલ, નારંગી અને પીળો)માં તમામ જિલ્લાઓ માટે દિવસમાં બે વખત ચેતવણીઓ જાહેર કરે છે. જેમાં લાલ કલર કોડએ સૌથી ગંભીર કેટેગરી છે જે અધિકારીઓને પગલાં લેવા વિનંતી કરે છે, ઓરેન્જ કોડ સત્તાવાળાઓ અને લોકોને સતર્ક રહેવા માટે કહે છે અને યલો કોડ સત્તાવાળાઓ અને લોકોને પોતાને અપડેટ રાખવા માટે કહે છે.
દામિની એપ દ્રારા વર્તમાન વીજળી પડવાનું ચોક્કસ સ્થાન, ૪૦ ચો.કિ.મી.ના વિસ્તારની આસપાસ તોળાઈ રહેલી વીજળીના સંભવિત સ્થાનો અને વાવાઝોડાની હિલચાલ અને દિશા વિશે વિગતો આપે છે. દામિની વીજળી દરમિયાન લેવાના સાવચેતીનાં પગલાંની પણ સૂચિ આપે છે અને વીજળી વિશે કેટલીક સામાન્ય માહિતી તથા ખરેખર તોળાઈ રહેલી વીજળીની પ્રવૃત્તિ વિશે અગાઉથી માહિતી મેળવવામાં મદદ કરે છે. ચોમાસા દરમિયાન વીજળી પડવાની ઘટનાઓને લીધે અનેક લોકો ખાસ કરીને ખેડૂતો તેમજ તેમના પશુઓના જીવ જોખમમાં હોય છે ત્યારે આ એપ્લિકેશનના ઉપયોગ દ્રારા વીજળી નાટકવાની ખેતી વખતે તેનાથી બચીને સલામત સ્થળે પહોંચવામાં મદદ મળી રહે છે.
યારે મેઘદૂત એગ્રો એપ ભારતીય કૃષિ હવામાન આધારિત છે ત્યારે મેઘદૂત એગ્રો એપ્લિકેશન દ્રારા ખેડૂતોને દર મંગળવાર અને શુક્રવારે ભૂતકાળ અને હવામાનની આગાહીના વિશ્લેષણના આધારે પાક અને પશુધન વ્યવસ્થાપન અંગે જિલ્લાવાર સલાહ આપવામાં આવે છે. તે ખેડૂતોને પાકની વાવણી, જંતુનાશક અને ખાતરનો ઉપયોગ, સિંચાઈના સમયપત્રક અને પ્રાણીઓના રસીકરણ જેવા હવામાન–સંવેદનશીલ નિર્ણયો લેવામાં મદદ કરશે. પાક સલાહકાર ઉપરાંત, એપ્લિકેશન વર્તમાન હવામાનની માહિતી, વરસાદ, તાપમાન, ભેજને લગતા પાંચ દિવસના ભૂતકાળ અને આગાહી પણ પ્રદાન કરે છે. પવનની ગતિ અને દિશા કૃષિ કામગીરીમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે તે જાણવામાં આ એપ ખૂબ ઉપયોગી બને છે.
પબ્લિક ઓબ્ઝર્વેશન એપ વપરાશકર્તાઓને સ્થાન મુજબ હવામાનની માહિતી પ્રદાન કરે છે. યૂઝર્સ આ એપ પર ઝડપી અને અધતન એમ બે મોડ દ્રારા ફીડબેક પણ આપી શકે છે. આ તમામ મોબાઈલ એપ પ્લેસ્ટોર અને એપસ્ટોર બંને પર ઉપલબ્ધ છે. મોબાઇલ એપ્લિકેશન્સ આકર્ષક અને વપરાશકર્તા માટે સરળ છે. હવામાન માહિતી અને ચેતવણીઓના પ્રસાર માટે આ એપ્સ મહત્વપૂર્ણ સાધન છે ત્યારે ઝડપથી બદલાતા વૈશ્વિક હવામાનમાં ભારતીય નાગરિક પોતાની જરિયાતો અને સાવચેતીઓને સમજી શકે તે માટે આ એપ્લિકેશન ખૂબ આવશ્યક અને ઉપયોગી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજે રાત્રે ધાર્મિક વિધિઓ સાથે બદ્રીનાથ ધામના કપાટ બંધ થશે, ચારધામ યાત્રા પણ થશે સમાપ્ત
November 17, 2024 03:40 PMદિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું કેમ આપ્યું?
November 17, 2024 02:44 PMCM આતિશીએ કૈલાશ ગેહલોતનું રાજીનામું સ્વીકાર્યું, AAPએ કહ્યું- BJPનું કાવતરું
November 17, 2024 02:14 PMરાજકોટના સદર બજાર પાસે આવેલ હરિહર ચોક ખાતે સર્જાયો ત્રિપલ અકસ્માત સદનસીબે કોઈ જાનહાની નહીં
November 17, 2024 02:01 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech