વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ દ્રારા તૈયાર કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે ૧૯૪૭ પછી પ્રથમ વખત ભારતમાં ખોરાક પર સરેરાશ ઘરગથ્થુ ખર્ચ અડધાથી વધુ ઘટી ગયો છે. વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (ઈએસી–પીએમ)ના અહેવાલ અનુસાર, દેશમાં ખાધપદાર્થેાના વપરાશની પેટર્નમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા છે. હવે સર્વ કરેલા અને પેકેડ પ્રોસેસ્ડ ફડ પર ખર્ચનો હિસ્સો વધ્યો છે.
૨૦૨૨–૨૩ અને ૨૦૧૧–૧૨ના કમ્પ્રીહેન્સિવ એનાલિસિસ ઓફ હાઉસહોલ્ડ કન્ઝમ્પશન એકસપેન્ડિચર સર્વે શીર્ષકના અહેવાલ મુજબ, તમામ રાયો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ખોરાક પરના કુલ ઘરગથ્થુ ખર્ચના હિસ્સામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
રિપોર્ટમાં ૨૦૨૨–૨૩ અને ૨૦૧૧–૧૨ વચ્ચેના ઘરગથ્થુ વપરાશના ખર્ચનો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવ્યો છે. તે જણાવે છે કે વિવિધ રાયોમાં વપરાશ ખર્ચમાં વૃદ્ધિ અલગ–અલગ છે. ઉદાહરણ તરીકે પશ્ચિમ બંગાળના ગ્રામીણ ક્ષેત્રમાં વપરાશ ખર્ચમાં ૨૦૧૧–૧૨ અને ૨૦૨૨–૨૩ વચ્ચેના સમયગાળામાં ૧૫૧ ટકાનો વધારો થયો છે, યારે તમિલનાડુમાં લગભગ ૨૧૪ ટકાનો વધારો જોવા મળ્યો છે. સિક્કિમમાં વપરાશ ખર્ચમાં ૩૯૪ ટકાનો જંગી વધારો જોવા મળ્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે ગ્રામીણ પરિવારોમાં વપરાશ ખર્ચમાં વૃદ્ધિ શહેરી પરિવારો કરતાં વધુ છે, જે ગ્રામીણ પરિવારો માટે ૧૬૪ ટકા અને શહેરી પરિવારો માટે ૧૪૬ ટકા છે.
પ્રોસેસ્ડ અને પેકેડ ફૂડ ખર્ચમાં વધારો
રિપોર્ટ અનુસાર, પેકેડ પ્રોસેસ્ડ ફડ પર ઘરગથ્થુ ખર્ચના હિસ્સામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ખર્ચમાં આ વધારો તમામ પ્રદેશો અને વપરાશ જૂથોમાં જોવા મળ્યો છે, પરંતુ દેશના ટોચના ૨૦ ટકા પરિવારો અને શહેરી વિસ્તારોમાં તે ઘણો વધારે છે. રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે પ્રોસેસ્ડ અને પેકેડ ફડના વપરાશમાં વધારો થવાથી સ્વાસ્થ્યના પરિણામો પર પણ અસર થશે. રિપોર્ટ એ પણ અભિપ્રાય આપે છે કે પેકેડ પ્રોસેસ્ડ ફડસના વધેલા વપરાશની પોષક અસરોને સમજવા માટે વધુ સંશોધનની જર છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech