ચટણી બનાવવા માટે માત્ર 2-4 વસ્તુની જ જરૂર પડે છે પરંતુ તેમ છતાં દરેક વ્યક્તિ એવી ચટણી નથી બનાવી શકતા જે સ્વાદિષ્ટ હોય. કેટલાક લોકો એવા હોય છે જેમની બનાવેલી ચટણી દરેક ભોજનનો સ્વાદ વધારે છે. જો વિવિધ પ્રકારની ચટણી બનાવવામાં નિષ્ણાત બનવા માંગતા હોy તો આ હેક્સ અપનાવી શકો છો.
1. જો ઈચ્છો છો કે ચટણી જાડી અને સ્વાદિષ્ટ બને. તો તેમાં થોડી ચણાની દાળનો ઉપયોગ કરો. ચણાની દાળને થોડીવાર પાણીમાં પલાળી રાખ્યા બાદ તેને ચટણીની મુખ્ય સામગ્રી સાથે પીસી લો. અથવા ચણાની દાળને શેક્યા પછી પણ પીસી શકો છો.
2. મગફળી ચટણીમાં અલગ સ્વાદ ઉમેરે છે પરંતુ ચટણીમાં ખૂબ જ ઓછી માત્રામાં મગફળીનો ઉપયોગ કરો. અન્યથા ચટણી માત્ર ખૂબ જાડી નહીં બને પરંતુ મગફળીનો સ્વાદ બીજા ઘટકોના સ્વાદને વધુ પ્રભાવિત કરશે.
3. ચટણીને પીસી લીધા પછી તેમાં થોડો લીંબુનો રસ ઉમેરો. લીંબુનો રસ ચટણીનો સ્વાદ બમણો કરશે. જો લીંબુનો સ્વાદ ન પસંદ હોય તો તેના બદલે આમલીનો ઉપયોગ કરી શકો છો. ઉપરથી લાલ મરચું અને ધાણાજીરું પણ નાખી શકો છો.
4. સફેદ નાળિયેરની ચટણી બનાવવા માટે ભૂરા ભાગને સંપૂર્ણપણે દૂર કરો. લીલાં મરચાં અને શેકેલી ચણાની દાળ વધુ માત્રામાં ઉમેરવાથી ચટણીનો રંગ ફિક્કો પડી જાય છે. વધુ સારા રંગ માટે આ ચટણીમાં થોડું દૂધ ઉમેરો.
5. કોથમીર-ફૂદીનાની લીલી ચટણી ભારતીય ઘરોમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે પરંતુ ક્યારેક કોથમીર અથવા ફુદીનાના જથ્થામાં અસંતુલનને કારણે ચટણી થોડી કડવી બની જાય છે. કડવી ચટણીનો સ્વાદ સુધારવા માટે તેમાં થોડું મધ અથવા ખાં
ડ નાખો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech