શહેરના આંબાચોક વિસ્તારમાંથી લાઈટના અંજવાળે જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ શખ્સોને રોકડા રૂ.૧૩,૨૬૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, ભાવનગર શહેરના આંબા ચોક,નારેશ્વર મંદિર બાજુમાં જાહેરમાં લાઇટના અંજવાળે અમુક શખ્સો કુંડાળુ વળી ગંજીપતાનાં પાનાં વડે હાથ-કાંપનો જુગાર રમે છે જે બાતમી અંગે રેઇડ કરતાં ગંજીપત્તાના પાના-પૈસા વડે હાર-જીતનો હાથકાંપનો જુગાર રમતાં તોહિદ સલીમભાઇ મલેક (ઉ.વ.૩૬ રહે. યુનુસભાઇ ગાંઠીયાવાળાના મકાનમાં,નાની શેરી,વડવા, ભાવનગર), આશીફ રહીમભાઇ સૈયદ (ઉ.વ.૩૮ રહે.ગલી નં.૦૩,ખોજાવાડ, આંબાચોક, ભાવનગર), ઇમરાનભાઇ મહેબુબભાઇ દેખૈયા ઉ.વ.૩૨ રહે.ચંદ્રમહેલ ફલેટ, રબ્બર ફેકટરી, ભાવનગર), મોસીન ગફારભાઇ પઠાણ (ઉ.વ.૪૦ રહે.માળીનો ટેકરો, આંબાચોક,ભાવનગર) અને ફરહાન અફજલભાઇ રાંધનપુરી (ઉ.વ.૩૦ રહે.અમર પાન પાસે,કાઝીવાડનો ચોક, ખારગેટ,ભાવનગર)ને કુલ કિં.રૂ.૧૩,૨૬૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના વનરાજભાઇ ખુમાણ, જયદિપસિંહ ગોહિલ, કેવલભાઇ સાંગા અને માનદિપસિંહ ગોહિલ સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજથી શરૂ થતા શાળા સત્રમાં ખંભાળિયાના વિદ્યાર્થીઓ પણ હોંશભેર શાળાએ પહોંચ્યા
June 09, 2025 11:04 AMજેતપુરના એકમાત્ર બગીચામાં ઝૂલા પરથી પટકાતા તરૂણનું મૃત્યુ
June 09, 2025 11:03 AMઆઠ હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે ધસારો
June 09, 2025 10:59 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech