અટલ ભવન ખાતે જિલ્લા અઘ્યક્ષ ડો. વિનોદ ભંડેરીની અઘ્યક્ષતામાં પ્રથમ જિલ્લા બેઠક

  • April 05, 2025 12:09 PM 

રામનવમી અને ભાજપના સ્થાપના દિનનો સુભગ સમન્વય હોવાનું જણાવતા જિલ્લા અધ્યક્ષ


ગત તા. ર એપ્રિલના રોજ જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે જામનગર જિલ્લા ભાજપના અઘ્યક્ષ ડો. વિનોદ ભંડેરીના અઘ્યક્ષસ્થાને એક બુહદ બેઠકનું આયોજન કરવામાં આવેલ. જેમાં તમામ મંડલના નવનિયુકત પ્રમુખો સહિત મંડલના પૂર્વ પ્રમુખો, મોરચાના પદાધિકારીઓ, જિલ્લાના હોદેદારો, ચુંટાયેલ સદસ્યો, જિલા મીડીયા, આઇટી અને સોશ્યલ મીડીયા ટીમ સહિત આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહેલ.

જિલ્લા ભાજપ અઘ્યક્ષ ડો. વ્નિોદ ભંડેરીની નિયુકિત બાદ આ પ્રકારની પ્રથમ બુહદ બેઠકમાં નવા ઉત્સાહ અને ઉમંગ સાથે આગામી કાર્યક્રમોને વધાવવા કાર્યકરોમાં જોમ હોવાનું વાતાવરણ ઉડીને આંખે વળગે તેવું હતું. આ બેઠકમાં જિલ્લા અઘ્યક્ષ ડો. વિનોદ ભંડેરીએ સૌ કાર્યકરોને પક્ષનો સ્થાપના દિન અને રામનવમીનો સુભગ સમન્વય હોવા ઉપરાંત મંડલની નવી ટીમ માટેના પ્રથમ કાર્યક્રમની શરુઆતથી જ દરેક કાર્યક્રમો જેમકે પક્ષના ઘ્વજ ઘરે ઘરે લગાવવા, રામંદિરેથી યાત્રામાં ધુન-કિર્તન સાથે જોડાવા, વિધાનસભા વાઇઝ આયોજીત સક્રિય સભ્યોનું સંમેલન, ગાંવ ચલો અભિયાન તેમજ ૧૪ એપ્રિલના રોજ ડો. બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિના કાર્યક્રમોને સફળ બનાવવા કાર્યકરોને આહવાહન કરેલ. જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રમેશભાઇ મુંગરાએ પક્ષ અને રાષ્ટ્ર માટે બલિદાન આપનાર આપણા પક્ષના નેતાઓને સાચી શ્રદ્ધાંજલી આપી, તેમનું ઋણ ચુકવવાનો અવસર સ્થાપના દિનનું મહત્વ સમજાવી સૌત તમામ કાર્યક્રમોમાં સહભાગી થવા અપીલ કરેલ.

સ્થાપના દિનની ઉજવણીના ભાગ‚પે તા.૭ના રોજ ૫.૩૦ કલાકે ખીજડીયા બાયપાસ રોયલ રીસોર્ટ ખાતે ૭૭ જામનગર વિધાનસભાના સક્રિય કાર્યકર્તાઓનું સંમેલન ૮૦ જામજોધપુર વિધાનસભાનું સંમેલન ૮ એપ્રિલના રોજ સાંજે ૫ કલાકે પંડિત દિનદયાલ ભવન, જામજોધપુર ખાતે તેમજ ૭૬ કાલાવડ વિધાનસભામાં બે સંમેલનોમાં ધ્રોલ ખાતે તા.૯ એપ્રિલના રોજ સવારે ૧૦ કલાકે માર્કેટયાર્ડ ધ્રોલ ખાતે મેજ કાલાવડ ખાતે તેજ દિવસે સાંજે ૪ કલાકે શ્રીજી ફાર્મ, કાલાવડ ખાતે ભવ્ય રીતે યોજવાની જાહેરાત કરવામાં આવેલ.

સમગ્ર કાર્યક્રમનાં સુદ્રઢ આયોજન માટે મંડલવાઇઝ બેઠકોનું આયોજન કરવા નકકી કરવામાં આવેલ તે ઉપરાંત સ્થાપના દિનના વિવિધ કાર્યક્રમો માટે જિલ્લા સંયોજનક તરીકે અભિષેક પટવા તથા સહસંયોજક તરીકે કુમારપાલસિંહ રાણા તથા ભવાનભાઇ ચૌહાણની નિયુકિત કરવામાં આવેલ. તા.૭-૮ અને ૯ એપ્રિલના યોજાનાર સક્રિય સભ્ય સંમેલન માટે જિલ્લા ઇન્ચાર્જ તરીકે દીલીપભાઇ ભોજાણી, ૭૬ કાલાવડ વિધાનસભા ઇન્ચાર્જ તરીકે હસુભાઇ વોરા, તથા નવલભાઇ મુંગરા, ૭૭ જામનગર વિધાનસભા માટે દીલીપસિંહ ચુડાસમા તથા મુકુંદભાઇ સભાયા તથા ૮૦ જામજોધપુર વિધાનસભા માટે કૌશીકભાઇ રાબડીયા તથા અરશીભાઇ કરંગીયાને જવાબદારી સોંપવામાં આવેલ.

તા.૧૩ તથા ૧૪ એપ્રિલના ડો. બાબસાહેબ જન્મજયંતિ કાર્યક્રમ માટે જિલ્લા ઇન્ચાર્જ તરીકે નાથાભાઇ વારસાકીયા તથા સહસંયોજનક તરીકે હિરજીભાઇ ચાવડા, ભુમિતભાઇ ડોબરીયાને નિયુકત કરેલ. 
આ બેઠકમાં વરિષ્ઠ આગેવાનો દીલીપભાઇ ભોજાણી, અભિષેકભાઇ પટવા, દીલીપસિંહ ચુડાસમા, યાર્ડના ચેરમેન મુંકુંદભાઇ સભાયા, કુમારપાલસિંહ રાણા સહિત મંડલના પ્રમુખો, તત્કાલીન પ્રમુખ મહામંત્રીઓ સહિત અપેત શ્રેણીના આગેવાનો ઉપસ્થિત રહેલ તેમ જિલ્લા મીડીયા સેલ ક્ધવીનર નરેન્દ્રસિંહ પરમારની અખબારી યાદી જણાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application