એક ગ્રાહકને અપાયેલી થાળીમાં કેરીના રસમાંથી વંદો નિકળ્યા બાદ ફુડ શાખાને ફરિયાદ કરાતા અધિકારીઓ દોડી આવ્યા: હોટલની હાઇજેનિક કન્ડિશન ના સુધરે ત્યાં સુધી રેસ્ટોરન્ટ બંધ કરવાની સુચના
જામનગરમાં ગઇકાલે લાલ બંગલા પાસે આવેલ ધ ગ્રાન્ડ ચેતના ડાઇનીંગ હોલ અને રેસ્ટોરન્ટમાં ભોજન કરવા ગયેલા ગ્રાહકને થાળીમાં પીરસવામાં આવેલ કેરીના રસમાંથી વાંદો નીકળતાં ફૂડ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેના ચેકિંગ દરમિયાન આ રેસ્ટોરન્ટમાં હાઇજેનિક કન્ડિશનમાં સુધારો ન થાય ત્યાં સુધી રેસ્ટોરેન્ટ બંધ કરવા સૂચના આપવામાં આવી હતી તેમજ ૧૦ હજારનો દંડ પણ વસુલમાં આવ્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે, જામનગરમાં રહેતા ભીષ્મરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા વગેરે સાત લોકો ગઇકાલે લાલ બંગલા વિસ્તારમાં આવેલ હોટલ ધ ગ્રાન્ડ ચેતના ડાઇનિંગ હોલ એન્ડ રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા હતાં. જ્યાં કેરીના રસમાંથી વાંદો જોવા મળ્યો હતો. આથી રેસ્ટોરન્ટ સંચાલકને અને ત્યાર પછી મહાનગરપાલિકાની ફૂડ શાખામાં ફરિયાદ કરવામાં આવી હતી.
આથી ફૂડ ઇન્સ્પેક્ટર ડી.બી.પરમાર અને એન.પી.જાસોલીયા તપાસ અર્થે દોડી ગયા હતાં અને રેસ્ટોરન્ટના રસોડાની તેમજ ખાદ્ય વાનગીઓની ચકાસણી કરી હતી. જેમાં રસોડામાં હાઈજેનિક કન્ડિશનનો અભાવ જોવા મળ્યો હતો. આથી જ્યાં સુધી રસોડા વિભાગમાં હાઇજેનિક કન્ડિશનનો સુધારો કરવામાં આવે ત્યાં સુધી રેસ્ટોરન્ટ બંધ કરવાની સૂચના આપી હતી તેમજ ન્યુસન્સ અંગે ા.૧૦ હજારના દંડની વસૂલાત પણ કરવામાં આવી હતી.
શહેરમાં પોસ વિસ્તારમાં આવેલા ચેતના રેસ્ટોરન્ટમાં એક ગ્રાહકે ફરિયાદ કરતા તાત્કાલીક અસરથી ફુડ શાખાના અધિકારીઓ આવી પહોંચ્યા હતાં, આ સમયે લોકો એકઠાં થયા હતાં અને શું બનાવ છે તે અંગે જાણકારી મેળવી હતી. ગ્રાહકના જણાવ્યા મુજબ કેરીના રસમાંથી વંદો નિકળ્યો હતો અને આ અંગે સંચાલકોને પણ ફરિયાદ કરી છે, આમ અવારનવાર જામનગરની મોટી હોટલ-રેસ્ટોરન્ટમાં જીવાત નિકળતા ગ્રાહકો હવે કયાં જમવા કે નાસ્તો કરવા જવું તે અંગે વિચારશે. જો કે ચેતના ડાઇનીંગ હોલ એન્ડ રેસ્ટોરન્ટ સામે તપાસ શ થઇ છે, ફુડ શાખાએ આવા બનાવ અટકાવવા અને સ્વચ્છતા રાખવા ચેતના હોટલના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવી જોઇએ તેમ લોકોનું કહેવું છે.