રાજકોટ સિવિલ હોસ્પિટલ, એઇમ્સ સહિતની ગુજરાતની કેટલીક સરકારી હોસ્પિટલ, સરકારી કચેરીઓ સહિતમાં સરકાર દ્રારા આઉટ સોસગથી ભરતી કરવામાં આવતા કોન્ટ્રાકટ એજન્સીઓને બખ્ખા બોલી ગયા છે, ઓન પેપર વધુ પગાર અને આપવામાં આવતા પગાર વચ્ચે મોટો તફાવત હોવાથી એકંદરે ઓઉટ સોર્શીગના કમર્ચારીઓનું રીતસર શોષણ થઇ રહ્યું છે. પરંતુ બેરોજગારી એટલી હદે હોવાના કારણે જે મળે છે એ મીઠું કરવામાં લોકો મુંગા મોઢે નોકરી કરી રહ્યા છે. જેનું એક ઉદાહરણ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ જોવા મળી રહ્યું છે. હોસ્પિટલમાં એમ.જે.સોલંકી અને ડી.જે.નાકરાણી એજન્સી હેઠળ ૧૦૦૦થી વધુ કમર્ચારીઓ નોકરી કરી રહ્યા છે. આ તમામ કમર્ચારીઓનો ઓન પેપર પગાર જે સરકારમાં નક્કી કરવામાં આવ્યો છે તેનાથી ઓછો પગાર કોન્ટ્રાકટ એજન્સી દ્રારા ચૂકવી રીતસર આર્થિક શોષણ કરવામાં આવી રહયું છે. કર્મચારીઓની એવી પણ ફરિયાદો છે કે, અમાં પીએફ કાપવામાં આવે છે પણ જમા થાય છે કે નહીં તે ખબર નથી, પીએફ ઓફિસએ જઈએ તો ત્યાં યોગ્ય જવાબ મળતો નથી ત્યારે આઠ આઠ કલાક નોકરી કરી અમારા હક્કના પૈસા પણ ગુમાવતા હોઈ એવું લાગી રહ્યું છે. પરંતુ ઘર ચલાવવા નોકરી ની જર હોઈ એટલે કાંઈ બોલાતું નથી, જો બોલીએ તો નોકરી જતી રહે માટે કાંઈ થઇ શકતું નથી. ઉપર લેવલે પણ મહિને હો પહોંચી જતો હોવાથી એજન્સી ઉપર કોઈ પગલાં લેવાતા નથી અને દરેક વખતે આ બને એજન્સીને જ કોન્ટ્રાકટ આપવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મેસર્સ ડી.જે.નાક૨ાણી એસોસીએટસ અને મેસર્સ એમજે.સોલંકી એસોસીએટસ આઉટસોસિગ કર્મચા૨ીઓને અડધો અડધ પગા૨ ચુકવતી હોવાનો મુદો વિધાનસભામાં પણ ઉઠયો હતો અને કંપનીને બ્લેક લીસ્ટ ક૨વાની દ૨ખાસ્ત ક૨વામાં આવી છે. પ૨ંતુ ઉપર કક્ષાએ કેટલીક ગોઠવણ હોવાના કારણે કોન્ટ્રાકટ કંપની ઉપ૨ કંઈક વધુ જ સંવેદના દાખવતાં હોવાનું લાગી ૨હયું છે.
તાજેતરમાં સફાઈ કામદાર આયોગના ચેરમેન પણ હોસ્પિટલની મુલાકાત કરી હતી એ સમયે પણ મોટી સંખ્યામાં કોન્ટ્રાકટ કર્મીઓ એકઠા થઇ શોષણ થતું હોવાની રજૂઆત કરી હતી. પરંતુ તેનો કોઈ ઉકેલ આજ સુધી આવ્યો નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech