એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરી હેઠળ પી.એસ.આઇ એસ.એમ.ઘાસુરા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એવી માહિતી મળી હતી કે, રાજકોટની ભાગોળે કુવાડવા ગામમાં વછરાજ ક્લિનિક ચલાવતા શખસ પાસે મેડિકલ પ્રેક્ટિસ અંગેની કોઈ ડીગ્રી ન હોવા છતાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો છે.
આ માહિતીના આધારે પોલીસની ટીમે અહીં દરોડો પાડી અહીં વછરાજ ક્લિનિક નામના દવાખાનામાં એક વ્યક્તિ ખુરશી પર બેઠો હોય ટેબલ પર સ્ટેથોસ્કોપ તથા દવાઓ પડી હતી. દર્દીની સારવાર માટે બે બેટમાં રાખવામાં આવ્યા હતા. પોલીસે ખુરશી પર બેઠેલા આ શખસની પુછતાછ કરતા તેણે પોતાનું નામ રાજ વિનોદભાઈ કુબાવત (ઉ.વ 31) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી મેડિકલ પ્રેક્ટિસ અંગેનું સર્ટિફિકેટ માંગતા તે આવું કોઈ સર્ટિ. રજૂ કરી શક્યો ન હતો જેથી પોલીસે અહીંથી મેડિકલને લગતા સાધનો દવા સહિત રૂપિયા 26,121 નો મુદ્દામાલ કબજે કરી આ શખસ સામે મેડિકલ પ્રેક્ટિસનર એકટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
પોલીસે વિશેષમાં જણાવ્યું હતું કે, રાજ કુબાવત નામના આ શખસે હોમીઓપેથીનો કોર્સ કર્યાનું રટણ કર્યું છે જોકે તે અંગેનું પ્રમાણપત્ર પણ તે આપી શક્યો ન હતો. અહીં છેલ્લા છ મહિનાથી ક્લિનિક ચલાવતો હતો જેમાં દર્દીઓને દાખલ કરી બાટલા પણ ચડાવતો હતો. દવાખાનામાં વીજ કનેક્શન પણ મેળવવામાં આવ્યું ન હતું બાજુના ગેરેજમાંથી વાયર ખેંચવામાં આવ્યો હોવાનું માલુમ પડ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech