રાજકોટ શહેરમાં લોકમેળો સહિતના અન્ય ખાનગી મેળાઓમાં ફજેત ફાળકા (મોટી રાઈડ્સ)ના ફજેતા થયા છે. રીટ પીટીશનમાં હાઈકોર્ટે પણ સ્પષ્ટ દિશાનિર્દેશ કર્યો હતો કે, એસઓપીનું પાલન કરવું પડે અને જરી મંજુરી લેવી જ પડે, જેને લઈને અત્યાર સુધી એકપણ મંજુરી નહીં મેળવનારા રાઈડ્સના સંચાલકો દોડતા થઈ ગયા છે. તાત્કાલીકપણે હવે એસઓપી મુજબની પ્રક્રિયા પુર્ણ થાય તેવી સંભાવના નથી. જેથી રાજકોટના ઈતિહાસમાં પ્રથમ વખત રાજકોટનો ધરોહર લોકમેળો આજથી રાઈડ્સ વિના જ શ થયો છે. મેળામાં મહાલવા આવનારા લોકોને મેળાની અંદર જાયન્ટ રાઈડ્સના માંચડાઓના દર્શન થશે પરંતુ જયાં સુધી મંજુરીનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અંદર બેસવા નહીં મળે.
રાજકોટનો લોકમેળો સૌરાષ્ટ્રનો પ્રથમ હરોળનો ખ્યાતનામ મેળો છે અને અહીં સૌરાષ્ટ્રભરમાંથી પાંચ દિવસ દરમિયાન આ મેળો માણવા અંદાજે ૧૨ લાખ જેટલા લોકો ઉમટી પડે છે. જિલ્લ ા કલેકટર તંત્ર દ્વારા યોજાતા આ મેળામાં આ વખતે રાજકોટમાં જ સર્જાયેલી અગ્નિકાંડની દુર્ઘટનાને લઈને સુરક્ષા સંબંધી કોઈ બાંધછોડ ન કરવા માટે તંત્ર પહેલેથી જ સાબદુ હતું. સરકારની એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝર) મુજબ જ મેળામાં રાઈડ્સને મંજુરી આપવાનું નકકી થયું હતું અને વાત ડખોળે ચડી હતી. રાઈડ્સ સંચાલકોએ ફાઉન્ડેશન અને નિયમો આકરા પડે છે તેવું અંત સુધી ગાણુગાયું હતું. રાઈડ્સના તમામ ૩૧ પ્લોટ ૧.૨૭ કરોડની બોલીથી હરાજીમાં રાખનાર ઠેકેદાર દ્વારા એસઓપીમાં છૂટછાટ માટે બે દિવસ પહેલા હાઈકોર્ટમાં રીટ કરાઈ હતી.
આ રીટના મામલે અરજદાર અને સરકાર પક્ષે થયેલી રજૂઆતોના અંતે ગઈકાલે હાઈકોર્ટ દ્વારા એવો નિર્દેશ અપાયો હતો કે, એસઓપી મુજબ પાલન કરવું પડશે અને અરજી, મંજુરી સહિતની પ્રક્રિયા માટે તા.૨૭ સુધીની મહેતલ રાઈડ્સ સંચાલકોને અપાઈ હતી. રાહત મળી જશે તેવી આશાએ રહેલા રાઈડ્સ સંચાલકો હાઈકોર્ટના નિર્દેશથી દોડતા થઈ ગયા છે. ગઈકાલ સાંજ સુધી એકપણ અરજી લોકમેળાની લાઈસન્સ પ્રક્રિયા માટે પોલીસ કમિશનર કચેરી સુધી પહોંચી ન હતી અને હવે અરજી થાય તો આ અરજી અને જરી દસ્તાવેજી પુરાવાઓની ફાઈલનો અભ્યાસ, સ્થળ તેમજ રાઈડ્સની ચકાસણી બાબતોમાં કમસેકમ બે દિવસ જેટલો સમય લાગી જાય જેથી આજે લોકમેળામાં જાયન્ટ ફન રાઈડ્સને મંજુરી મળે તેવી શકયતાઓ નહીંવત છે.
રાજકોટનો આ લોકમેળો રાજ્યના કૃષિ વિભાગના મંત્રી અને રાજકોટના પ્રભારી એવા રાઘવજીભાઈ પટેલના હસ્તે અન્ય મહાનુભાવોની હાજરીમાં આજે સાંજે ૪.૩૦ કલાકે ખુલ્લ ો મુકવામાં આવશે. આજે રાઈડ્સને મંજુરીની શકયતાઓ ન હોવાથી રાજકોટમાં પ્રથમ વખત ફજેત ફાળકાઓ વિનાનો લોકમેળો શ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech