હરિયાણામાં વિધાનસભાની તાજેતરમાં યોજાઈ ગયેલી સામાન્ય ચૂંટણીના ગઈકાલે મંગળવારે જાહેર થયેલા પરિણામોમાં ભાજપનો સતત ત્રીજી વખત ભવ્ય વિજય થયો છે. જેને અનુલક્ષીને ખંભાળિયામાં જોધપુર ગેઈટ ચોકમાં ગત સાંજે ભાજપના કાર્યકરો દ્વારા ઢોલ નગારા સાથે ભવ્ય આતશબાજી કરીને તમામના મોં મીઠા કરાવ્યા હતા.
આ રીતે હરિયાણામાં જીતની ભવ્ય ઉજવણીમાં જિલ્લા ભાજપના મહામંત્રી રસિકભાઈ નકુમ, શહેર ભાજપના પ્રમુખ અનિલભાઈ તન્ના, શહેર ભાજપના મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર અને પિયુષભાઈ કણજારીયા, નગરપાલિકાના મોહિતભાઈ મોટાણી, ભીખુભા જેઠવા, જગુભાઈ રાયચુરા, તાલુકા ભાજપ મહામંત્રી ખીમાણંદભાઈ ગઢવી, મુકેશભાઈ કાનાણી, અશોકભાઈ કાનાણી, મનીષભાઈ નકુમ, હસમુખભાઈ ધોળકિયા, કિશોરભાઈ દતાણી, રાજ પાબારી, ભરતભાઈ નકુમ, ઈબ્રાહિમભાઈ ઘાવડા સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech