ઉત્તર પ્રદેશના બદાયુંમાં ગઈકાલે સાંજે સાજીદ નામના એક શખસે બે નિર્દેાષ બાળકોની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દીધી હતી. ઘટનાથી લોકોમાં ભારે રોષ ફેલાતા પોલીસે રાતે સાજીદને એકાઉન્ટરમાં મારી નાખ્યો હતો. આ ગુનામાં અન્ય અપરાધી જાવેદની પોલીસ શોધખોળ ચલાવી રહી છે. મંડી ચોકીથી થોડે દૂર આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. બાળકોની હત્યાની ઘટના બાદ ઘટનાસ્થળે તંગદિલી ફેલાઈ ગઈ હતી અને ભીડે બદાયું શહેરમાં ભારે હોબાળો મચાવતા આગચંપી કરી હતી.
ઘટનાની માહિતી મળ્યા બાદ બદાયુંના ડીએમ મનોજ કુમાર અને બરેલીના આઈજી ડો. રાકેશ સિંહ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તણાવને જોતા મોટી સંખ્યામાં પોલીસ દળો સ્થળ પર તહેનાત કરી દેવાની ફરજ પડી હતી. બદાયુંના ડીએમના જણાવ્યા અનુસાર સ્થિતિ નિયંત્રણમાં છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનની હદમાં આવતી બાબા કોલોનીમાં મરનાર બાળકોની માતા બ્યુટીપાર્લર ચલાવે છે અને આરોપી જાવેદ તેની સામે જ સલૂન ચલાવતો હતો. ઘટનાના દિવસે સાજીદ અન્ય એક વ્યકિત જાવેદ સાથે મૃતકના ઘરે આવ્યો હતો અને બાળકોની માતા સંગીતા પાસે આર્થિક મદદ માગી હતી. તેની પત્ની બીમાર હોવાથી પાંચ હજાર રૂપિયાની માંગણી કરી હતી અને સંગીતાએ પોતાના પતિને પૂછયા બાદ પાંચ હજાર રૂપિયા સાજીદને આપ્યા હતા. તે પછી સંગીતા આરોપીઓ માટે ચા બનાવવા ગઈ ત્યારે સાજીદ બે બાળકો આયુષ (૧૨) અને આહાન ઉર્ફે હનીને અગાસી પર લઇ ગયો હતો અને બંનેની ચાકુથી હત્યા કરી નાખી હતી. વચેટ ભાઈ યુવરાજને પણ મારી નાખવા સાજીદે કોશિશ કરી હતી પણ તે સાજીદને ધક્કો મારીને ભાગી છૂટવામાં સફળ થયો હતો.
આ કેસમાં પોલીસે આરોપીનું એકાઉન્ટર કરી દીધું છે. બરેલીના આઈજીએ જણાવ્યું કે ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આરોપીઓનો પીછો કર્યેા અને આ દરમિયાન એક આરોપીએ પોલીસ પર ગોળીબાર કર્યેા. પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કર્યેા, જેમાં ગુનેગારનું ઘટનાસ્થળે જ મોત થયું. તેમણે કહ્યું કે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આરોપીની ઉંમર ૨૫ થી ૩૦ વર્ષની હોવાનું કહેવાય છે. હાલ પોલીસ આરોપી વિશે વધુ માહિતી એકઠી કરી રહી છે.
આ મુદ્દે બદાઉના ડીએમ મનોજ કુમારે કહ્યું, આજે સાંજે માહિતી મળી હતી કે બાબા કોલોનીમાં એક યુવકે એક ઘરમાં ઘૂસીને બે બાળકોને માર માર્યેા હતો. કેટલાક લોકો આના પર ગુસ્સે થયા હતા. તેમને સમજાવીને બુઝાવવામાં આવ્યા હતા.પોસ્ટમોર્ટમ માટે લાશ. તેમને ખાતરી આપવામાં આવી છે કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. મૃત્યુ પામેલા બાળકોની ઉંમર આશરે ૧૧ વર્ષ અને છ વર્ષની હતી. હજુ સુધી કોઈ સ્પષ્ટ્ર કારણ બહાર આવ્યું નથી. આ તપાસનો વિષય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં સમૂહ નવકાર મંત્ર જાપ, વિશ્વ નવકાર દિવસની ઉજવણી
April 09, 2025 01:08 PMજામનગરની આ સોસાયટીના સ્થાનિકો પોતાની રક્ષા પોતે જ કરે છે, જુઓ વિશેષ અહેવાલ
April 09, 2025 12:44 PMદુબઈમાં કઈ મહિલાએ પહેરી 100 મિલિયન ડોલરની બ્લુ ડાયમંડ રિંગ? જોનારાઓ રહી ગયા દંગ
April 09, 2025 12:39 PMજામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકા ફરી વિવાદમાં
April 09, 2025 12:04 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech