મુસાફરોને રીક્ષામાં બેસાડી રોકડ રકમ અને મોબાઈલ સહિતની મત્તા સેરવી લેનાર ટોળકી સમયાંતરે ઝળકતી રહે છે. ત્યારે હવે મુસાફરોને ઇકો કારમાં બેસાડી તેને રોકડ સેરવી લેનાર પણ સક્રિય થઈ છે. શહેરના રાજનગર ચોક પાસેથી પ્રૌઢને બેસાડી તેમના ખિસ્સામાંથી રોકડ રૂપિયા 5700 સેરવી લેવામાં આવ્યા હતા. જે અંગે માલવીયાનગર પોલીસે તપાસ હાથ ધરી ત્રિપુટીને ઝડપી લીધી હતી. આ ત્રિપુટીએ ઉલટી ઉબકાના બહાને ઇકો કારમાં ત્રણ મુસાફરોના પાસેથી રોકડ રકમ સેરવી લીધી હોવાનું માલુમ પડયું હતું. પોલીસે આરોપીઓ પાસેથી 8000 રોકડ અને ઇકો કાર સહિત 1.78 મુદ્દામાલ કબજે કર્યો છે. આ ટોળકીએ અન્ય કોઈને શીકાર બનાવ્યા છે કે કેમ? તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.
જાણવા મળતી વિગતો મુજબ, શહેરના જીવરાજ પાર્ક પાસે સીતાજી ટાઉનશીપમાં રહેતા રમેશભાઈ લક્ષ્મણભાઈ પાલા(ઉ.વ 55) નામના પ્રૌઢ ગત તારીખ 14 ના રોજ રાજનગર ચોક પાસે આવેલી પીજીવીસીએલની ઓફિસ પાસેથી ઇકો કારમાં બેસ્યા બાદ રસ્તામાં ઉલટી ઉબકાના બહાને ધક્કા મૂકી કરી તેમના ખિસ્સામાંથી રોકડ રૂપિયા 5700 સેરવી લીધા હતા.
આ બનાવને માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ જે.આર.દેસાઈની રાહબરી હેઠળ પીએસઆઇ ડી.એસ.ગજેરા તથા તેમની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. હેડ કોન્સ્ટેબલ જયદેવસિંહ પરમાર અને કોન્સ્ટેબલ હરસુખભાઇ સબાડને એવી બાતમી મળી હતી કે, કારમાં મુસાફરને બેસાડી રોકડ રકમ સેરવી લેનાર ટોળકી નાના મવા સર્કલ પાસે ઉભી છે. જેથી પોલીસની ટીમે તાકીદે અહી પહોંચી ઇકો કાર સાથે ત્રિપુટીને ઝડપી લીધી હતી. જેમના નામ વિપુલ નાનજીભાઈ સીતાપરા (ઉ.વ 23 રહે. અમરસર તા.વાંકાનેર), કિશન ઉર્ફે કિશો વાંજો મગનભાઈ પાંભણીયા(ઉ.વ 22 રહે. શિવનગર-4 જુના માર્કેટિંગ યાર્ડ પાસે,રાજકોટ) અને રિયાઝ છોટુભાઈ બુખારી (ઉ.વ 24 રહે. કોટડા સાંગાણી) હોવાનું માલુમ પડ્યું હતું.
પોલીસે આ ત્રિપુટીની સઘન પૂછતાછ કરતા તેમણે રાજનગર ચોક પાસેથી પ્રૌઢ ઉપરાંત અન્ય બે મુસાફરોની રોકડ રકમ સેરવી લીધી હોવાનું માલુમ પડ્યું હતું. જેમાં ત્રણ દિવસ પૂર્વે ગોંડલ ચોકડીથી એક પેસેન્જરની ઇકો કારમાં બેસાડી તેના પાકીટમાં રહેલ રોકડ રૂપિયા 1000 તથા આજ સમયે ભક્તિનગર રેલવે સ્ટેશન પાસેથી મુસાફરને બેસાડી તેના પાકીટ માંથી રોકડ રૂપિયા 800 સેરવી લીધા હોવાની કબુલાત આપી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 8000 અને ઇકો કાર સહિત કુલ રૂપિયા 1.78 લાખ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
વિપુલ અગાઉ રિક્ષામાં મુસાફરોની રોકડ સેરવતો
આરોપીઓ પૈકી વિપુલ નાનજીભાઈ સીતાપરા અગાઉ રિક્ષામાં મુસાફરોને બેસાડી તેના ખિસ્સામાંથી રોકડ રકમ સેરવી લેતો હતો. જે અંગે આરોપી સામે અગાઉ વર્ષ 2022 માં પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું કેમ આપ્યું?
November 17, 2024 02:44 PMCM આતિશીએ કૈલાશ ગેહલોતનું રાજીનામું સ્વીકાર્યું, AAPએ કહ્યું- BJPનું કાવતરું
November 17, 2024 02:14 PMરાજકોટના સદર બજાર પાસે આવેલ હરિહર ચોક ખાતે સર્જાયો ત્રિપલ અકસ્માત સદનસીબે કોઈ જાનહાની નહીં
November 17, 2024 02:01 PMબગસરા પાસે હડાળા નજીક પીપળીયા ગામ પાસે અકસ્માત,પાંચની હાલત ગંભીર
November 17, 2024 01:59 PMરાજકોટ : પોરબંદર જતી બસમાં સુપેડી નજીક લાગી આગ, મુસાફરોનો આબાદ બચાવ
November 17, 2024 01:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech