રાજકોટ શહેર ભાજપ પ્રમુખ પદ માટે શનિવારે ૨૯ દાવેદારોએ દાવેદારી રજૂ કર્યા બાદ હાથ ધરાયેલી સ્ક્રુટિની પ્રક્રિયામાં તમામ દાવેદરોના ફોર્મ માન્ય રહ્યા હતા, દરમિયાન રવિવારે દિવસભર રાજકીય ગતિવિધિઓ ચાલતી રહી હતી અને શહેર ભાજપના બન્ને જૂથો દ્રારા સતત લોબિંગ કરાયું હતું તેમજ એકબીજા વિધ્ધની ફરિયાદો અને રજૂઆતોનો મારો ચલાવવામાં આવ્યો હતો. પૂર્વ હોદેદારો, પૂર્વ કોર્પેારેટરો, પૂર્વ પદાધિકારીઓ સહિતના ૨૨ જેટલા આગેવાનો દ્રારા વર્તમાન પ્રમુખની એક ધારાસભ્યએ વર્તમાન પ્રમુખની વિધ્ધમાં રજુઆત કર્યાની ચર્ચા છે. સંકલન મિટિંગમાં એક સાંસદ હાજર રહ્યા હતા, યારે એક ગેરહાજર રહ્યા હતા. કલસ્ટર ઇન્ચાર્જ સમક્ષ રજૂઆતો–ફરિયાદો કરનાર ૨૨ આગેવાનોએ છેલ્લા બે વર્ષમાં પક્ષ માટે કરાયો છે અને પ્રદેશમાં મોકલવા તજવીજ હાથ ધરાઇ છે. એકંદરે ઉપરોકત સમગ્ર ઘટનાક્રમના અંતે શહેર ભાજપ પ્રમુખ પદ માટે મુકેશ દોશી અને કશ્યપ શુકલના નામ સ્પષ્ટ્રપણે ઉપસી આવતા હવે બન્ને જૂથ વચ્ચે ટક્કર શ થઇ છે.
યારે સંગઠન સંરચના અંતર્ગત પક્ષની પ્રક્રિયા મુજબ, આજે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે સંકલન મિટિંગ મળી છે જેમાં તમામ દાવેદરોના નામ રજૂ થયા છે, હવે આ નામોમાંથી પ્રદેશને જે નામો યોગ્ય જણાય તે નામોની આજે પેનલ બનશે. આવતીકાલે તા.૭ના રોજ નામોની પેનલ લઇને પ્રદેશ ભાજપ ચૂંટણી અધિકારી ઉદયભાઇ કાનગડ નવી દિલ્હી જશે અને ત્યાંથી જે નામ ઉપર મંજૂરીની મહોર લાગશે તેનું નામ શહેર ભાજપ પ્રમુખ પદે જાહેર થશે. આ મુજબ મોડામાં મોડું તા.૮ જાન્યુઆરીએ રાત્રી સુધીમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખનું નામ જાહેર થઇ કરી દેવાય તેવી પુરી શકયતા છે. પ્રદેશમાં જે અને જેટલા નામોની પેનલ તૈયાર થાય તે પણ હાલ મુકેશ દોશી અને કશ્યપ શુકલના નામ વચ્ચે સીધી સ્પર્ધા હોવાનું અને તે મુજબ લોબિંગ થઇ રહ્યું હોવાનું સુત્રોમાંથી જાણવા મળે છે.
પાણી જૂથના આગેવાનો પણ કશ્યપ શુકલની તરફેણમાં સરકવા લાગતા નવી રાજકીય ધરી રચાય છે, બીજીબાજુ સંગઠનના વર્તમાન હોદેદારો તેમજ ચૂંટાયેલી પાંખના લોકો મુકેશ દોશીની તરફેણમાં છે. ગઇકાલે પાણી જૂથ દ્રારા એવો કથિત આક્ષેપ કરાયો હતો કે મુકેશ દોશી ચોક્કસ લોકોને વ્યકિતગત રીતે બોલાવી પ્રદેશ ઇન્ચાર્જ સાથે ખાનગી મુલાકાત કરાવી લોબિંગ કરી રહ્યા હતા તેથી અમને લોબિંગ કરવા ફરજ પડી હતી ! વર્તમાન પ્રમુખ વિધ્ધ અમાં સાંભળતા નથી, પ્રાઇવેટ લિમિટેડ કંપનીની જેમ પક્ષ ચલાવે છે, આડેધડ નિર્ણયો કરે છે, રજૂઆતો કે ફરિયાદો ધ્યાને લેતા નથી તેવી ફરિયાદો કરાય હતી.
બીજી બાજુ મુકેશ દોશીની તરફેણના લોકોના જૂથમાં એવી ચર્ચા છે કે પાણી જૂથ દ્રારા મોટા પાયે દાવેદારી કરાયા બાદ સતત લોબિંગ કરાઇ રહ્યું છે તેમજ વર્તમાન પ્રમુખની વિરોધમાં રજૂઆતો કરાવાય રહી છે, અમુક આગેવાનોને તો ફકત કાર્યાલયએ આવજો તેમ કહીને બોલાવી લેવાયા હતા અને ત્યાં પહોંચ્યા બાદ વિધ્ધમાં રજુઆત કરવા સૂચના અપાઈ હતી ! તેવુ પણ સામે આવ્યું હતું. અલબત્ત સમગ્ર મામલે કલસ્ટર ઇન્ચાર્જએ બન્ને જૂથની રજૂઆતો સાંભળી તેમની લાગણી પ્રદેશમાં પહોંચાડવાની ખાતરી આપી હતી
મારી કામગીરી બોલશે: મુકેશ દોશી
રાજકોટ શહેર ભાજપ પ્રમુખપદ માટે રવિવારે બેફામ લોબિંગ, ટેલિફોન કોલ્સથી ભલામણોનો મારો, ખાનગી બેઠકોનો દોર ચાલ્યા બાદ આ મામલે મુકેશ દોશીનો સંપર્ક સાધતા તેમણે કહ્યું હતું કે મારે કશું જ કહેવું નથી મારી કામગીરી બોલશે, દાવેદારી કરી છે તેમ છતાં પ્રદેશ જે કઇં નિર્ણય લેશે તે મને શિરોમાન્ય રહેશે. અત્રે ઉલ્લેખનીય છે જ્ઞાતિના ગણિત અનુસાર જોઇએ તો રાજકોટ શહેરના જૈન અને નવનાત વણિક સમાજમાંથી એક માત્ર મુકેશભાઇ દોશીની દાવેદારી છે તેમજ તેમણે પુરા ત્રણ વર્ષની ટર્મ સુધી કામગીરી કરવાની તક મળી ન હોય રિપિટ કરાય તેવા પ્રબળ સંજોગો છે
૭માંથી બે શરતો કશ્યપ શુકલ વિરૂધ્ધ
મહાનગર પ્રમુખ પદ માટે પ્રદેશ ભાજપ દ્રારા જે સાત શરતોનો માપદડં જાહેર કરાયો છે તેમાંની બે શરતો કશ્યપ શુકલ ની વિધ્ધમાં જાય છે જેમાં પ્રમુખ પદના દાવેદાર કયારેય પક્ષમાંથી સસ્પેન્ડ થયા ન હોવા જોઇએ તેવી શરત છે, કશ્યપ શુકલ અગાઉ સસ્પેન્ડ થઇ ચુકયા છે. તદઉપરાંત દાવેદારને બ્લડ રિલેશનમાં હોય તેવી વ્યકિત પદ ઉપર ન હોય તેવી અન્ય શરત છે જેમાં કશ્યપ શુકલના લઘુબંધુ નેહલ શુકલ હાલ કોર્પેારેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય પદે કાર્યરત છે. તદઉપરાંત બ્રહ્મ સમાજમાંથી સૌથી વધુ આઠ દાવેદારો મેદાનમાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech