કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

  • April 24, 2025 05:28 PM 

સ્વાગત કાર્યક્રમમાં આવેલ ૨૨ પૈકી ૧૭ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ લાવી અરજદારોની સમસ્યાઓનું નિરાકરણ લવાયું

તાલુકાઓમાં વસવાટ કરતા અરજદારોના પ્રશ્નો કલેક્ટરશ્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી સાંભળી લગત અધિકારીશ્રીઓને તે અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી

જામનગર તા.૨૪ એપ્રિલ, જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી જામનગર ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આવેલ ૨૨ પૈકી ૧૭ અરજીઓનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી અરજદારોની સમસ્યા તથા પ્રશ્નોનું નિરાકરણ લવાયું હતું.જ્યારે એક અરજી નકારાત્મક તેમજ ચાર અરજીઓને વધુ કાર્યવાહી અર્થે પડતર રખાઈ હતી.તાલુકાઓમાં વસવાટ કરતા અરજદારોના પ્રશ્નો પણ કલેક્ટરશ્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી સાંભળ્યા હતા તેમજ લગત પ્રાંત અધિકારી તથા મામલતદારઓને તે અંગે જરુરી કાર્યવાહી હાથ ધરવા જણાવ્યુ હતુ.

જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાને જિલ્લા કલેકટરએ ધ્યાનપૂર્વક સાંભળી વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમય મર્યાદામાં પ્રશ્નોના નિકાલ લાવવા સૂચના આપી હતી.સાથે જ જ્યાં જરૂર જણાઈ ત્યાં વિભાગોનું અરસ પરસ સંકલન કરી અરજદારનો પ્રશ્ન ઝડપથી હલ થાય તે માટે પણ જિલ્લા કલેકટરએ પ્રયાસો કર્યા હતા.

આ સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના વિવિધ પ્રશ્નો જેવા કે ગેરકાયદેસર દબાણ, રિ-સર્વે રેકર્ડ સુધારવો, યોજનાકિય લોન અને ટુલકીટ મેળવવા, ખેતીની જમીનમાં રસ્તો ખુલ્લો કરવો, સ્કોલરશીપ મેળવવા, સરકારી ખરાબાની જમીન પરના ગેરકાયદેસર દબાણો દુર કરવા, હોમ લોનની સબસીડી મેળવવા, ખેતીની જમીનની નોંધ પાડવા, દબાણ થકી બંધ કરાયેલ પાણી નિકાલના પ્રશ્નો, વાણીજય હેતુના પ્લોટ પર થયેલ ગેર કાયદેસર દબાણ તથા બાંધકામ વગેરે જેવા પ્રશ્નોને કલેકટરએ સાંભળ્યા હતા તેમજ ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરી માનવીય અભિગમ દાખવી ત્વરિત આ પ્રશ્નોનો નિકાલ લાવવા તાકીદ કરી હતી.અરજદારોએ પણ કલેક્ટર દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી અંગે સંતોષ વ્યક્ત કરી પોતાના પ્રશ્નનું સુખદ સમાધાન થતા હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેકટરબી.એન.ખેર, સર્વે પ્રાંત અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, માર્ગ અને મકાન વિભાગ, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસર તથા અરજદાર ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application