રાજકોટ જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાં થયેલા જૂદા જૂદા ઈલેકિટ્રકલ વર્ક મંજૂર કરવામાં ખૂબજ ભ્રષ્ટ્રાચાર આચર્યેા હોવા અંગેના અખબારમાં જુદા જુદા અંકોમાં પ્રકાશિત કરવામાં આવેલા સમાચારો ખોટા અને બદનક્ષી કારક હોવાનું જણાવી આરોગ્ય વિભાગના પ્રોજેકટ ઇમ્પ્િલમેન્ટેશન યુનિટના મદદનીશ ઇજનેર સંજય જગદીશભાઈ સબાપરા દ્રારા ડીજીટલ અખબારના જવાબદાર સામે અને આરટીઆઈ એકિટવિસ્ટ સામે બદનક્ષીની ફરિયાદ અને સિવિલ કોર્ટમાં માનહાનીનો દાવો દાખલ કરતા બંનેને અદાલત હાજર થવા સમન્સ કાઢવામાં આવ્યા છે.
આ અંગેની હકીકત મુજબ, રાજકોટ જિલ્લા આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત પ્રોજેકટ ઈમ્પ્િલમેન્ટેશન યુનિટમાં મદદનીશ ઇજનેર (વિધુત) તરીકે ફરજ બજાવતા સંજયભાઈ સબાપરા અને તેમના પત્ની વકીલાતનો વ્યવસાય કરતા હોય તેમના વિધ્ધ ૨વી પ્રભાત ન્યુઝના સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર ડિજિટલ મીડીયામાં પ્રકાશીત થતા અંકોમાં બદનક્ષીકારક લખાણ અને ખોટા ફોટોગ્રાફ એડિટ કરી રવિ પ્રભાત ન્યુઝના ડિજિટલ અંકોમાં પ્રકાશીત કરવા સામે તેમજ સંજયભાઈ સબાપરાના પત્ની જેઓ વકીલાતનો વ્યવસાય કરતા હોય તેમના વિધ્ધ ભ્રષ્ટ્રાચારના મનઘડતં આક્ષેપો કરવામાં આવ્યાનું જણાવી સંજય સબા૫૨ાએ એડવોકેટ રઘુવીર બસીયા મારફત ૨વી પ્રભાત ન્યુઝના જવાબદા૨ ૨વી પરસાણા તથા આર.ટી.આઈ. એકિટવિસ્ટ દિલીપ વાગડીયાને લીગલ નોટીસ પાઠવેલી, બાદ સિવિલ કોર્ટમાં માનહાનીનો દાવો કરવામાં આવ્યો છે અને ચીફ યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરીયાદીએ પોતાની બદનક્ષી કરવા બદલ ઉપરોકત બંને વ્યકિત વિધ્ધ બદનક્ષીની ફરીયાદ દાખલ કરી છે. અદાલત દ્રારા રવી પ્રભાત ન્યુઝના જવાબદાર રવી પરસાણા અને આર.ટી.આઈ. એક થી ૨૦ ને અદાલત સમક્ષ હાજર રહેવા ફરમાન કરવામાં આવેલ છે. આ કેસમાં ફરીયાદી, અરજદાર વતી એડવોકેટ રઘુવીર બસીયા રોકાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech