બોલિવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણ અને રણવીર સિંહ જેની છેલ્લા નવ મહિનાથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આખરે આવી ગયો છે. દીપિકા પદુકોણ આજે માતા બની ગઈ છે. તેણે મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો છે. શનિવારે સાંજે રણવીર સિંહ તેની પત્ની દીપિકાને હોસ્પિટલ લઈ ગયો હતો અને હવે આ મોટા સમાચાર સામે આવ્યા છે. ઋષિ પંચમીના અવસર પર દીપિકા-રણવીરને તેમના જીવનની સૌથી મોટી ખુશી મળી ગઈ છે.
વર્ષની શરૂઆતમાં દીપિકા પદુકોણે બધાને ખુશખબર આપ્યા હતા કે તે માતા બનવાની છે. લગ્નના 6 વર્ષ બાદ દીપિકા-રણવીર માતા-પિતા બન્યા છે. આ સમાચાર આવતાની સાથે જ કપલને અભિનંદન આપવાનું શરૂ થઈ ગયું છે. સૂત્રોનું માનીએ તો દીપિકાએ સી-સેક્શન દ્વારા પુત્રીને જન્મ આપ્યો છે. દીપિકા-રણવીરે પોતાના બાળકના સ્વાગત માટે આજનો દિવસ પહેલેથી જ પસંદ કરી લીધો હતો
.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુએસના મધ્યપશ્ચિમ અને દક્ષિણ વિસ્તારોમાં ભયંકર વાવાઝોડુ ત્રાટક્યું, 27ના મોત
May 19, 2025 10:24 AMઆર્થિક ભીંસના કારણે વ્યથિત મહિલાએ જિંદગી ટૂંકાવી: ખંભાળિયાનો બનાવ
May 19, 2025 10:23 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech