થાનગઢ નજીક બંધ ટ્રેકટર પાછળ કાર ધડાકાભેર અથડાઈ ઘુસી જતા કારમાં સવાર વૃધ્ધ દંપતિ સહીત પાંચ વ્યક્તિને થતા સારવારમાં રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જેમાં વૃધ્ધ દંપતિને ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્યું હતું. જયારે આઠ વર્ષની બાળકીને પગમાં ફેક્ચર થતા દાખલ કરવામાં આવી છે. રાજકોટના દૂધસાગર રોડ પર રહેતો કુંભાર પરિવાર ગઈકાલે સુરેન્દ્રનગરના કોંઢ ગામે માતાજીએ દર્શને જતો હતો ત્યારે યુવાને સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો.
કાર પર કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના દૂધસાગર રોડ પર શિવાજીનગરમાં રહેતો પ્રેમજીભાઈ ગોવિંદભાઇ ઘાટલિયા (ઉ.વ.65) તેમના પત્ની લાભુબેન (ઉ.વ.60) તેમનો પુત્ર મહેશભાઈ (ઉ.વ.40) તેના પત્ની અસ્મિતાબેન (ઉ.વ.38) અને તેની પુત્રી ખુશાલી (ઉ.વ.8) પરિવાર ગઈકાલે વહેલી સવારે કારમાં સુરેન્દ્રનગરના કોંઢ ગામે માતાજીના મંદિરે દર્શને જતા હતા ત્યારે થાનગઢ નજીક પહોંચતા મહેશભાઈએ સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર રોડ પર ઉભેલા ટ્રેક્ટરની ટ્રોલીમાં ઘુસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
દંપતીના એકીસાથે મોતથી પરિવારમાં શોકની કાલિમા છવાઈ
બનાવના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તમામને બહાર કાઢી કોઈએ 108ને જાણ કરતા પ્રથમ થાનગઢ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં પ્રેમજીભાઈ અને લાભુબેનને માથાના ભાગે વધુ ગંભીર ઇજા હોવાથી સારવાર કારગત નીવડે પહેલા જ દમ તોડી દીધો હતો. જયારે પૌત્રી ખુશાલીને પગમાં ફેક્ચર થયું હતું. બનાવના પગલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે થાનગઢ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. વૃધ્ધ દંપતીના એકીસાથે મોતથી પરિવારમાં શોકની કાલિમા છવાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચીન પાકિસ્તાન માટે સ્વાત નદી પરના મોહમંદ બંધનું કામ ઝડપથી પૂર્ણ કરશે
May 19, 2025 02:51 PMઓપરેશન સિંદૂર અંતર્ગત દેશ-વિદેશમાં થનારા ડેલીગેશનમાં યુસુફ પઠાણ સામેલ નહીં થાય
May 19, 2025 02:41 PMજામનગર જીલ્લા પંચાયતની સામાન્ય સભામા વિપક્ષનો હંગામો
May 19, 2025 02:34 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech