દીપિકા 'હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસ':ફોર્બ્સ
આલિયા, ઐશ્વર્યા અને કેટરિનાને પાછળ છોડીને માતા બનવા જઈ રહેલી દીપિકા સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી બની,15 થી 20 કરોડ ચાર્જ લે છે
અભિનેતાઓની જેમ બોલીવુડની ટોચની અભિનેત્રીઓ પણ ફિલ્મોમાંથી જંગી કમાણી કરે છે. કેટલીક એવી હિરોઈન છે જે ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રીઓની યાદીમાં છે. હંમેશની જેમ આ વર્ષે પણ ફોર્બ્સની યાદી આવી છે અને તમે જોઈને ચોંકી જશો કે આલિયા અને ઐશ્વર્યા જેવી અભિનેત્રીઓ સિવાય કોણ નંબર વન બન્યું છે.બોલિવૂડમાં એક દિગ્ગજ અભિનેત્રી છે જે ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે, જેણે 'હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસ'ની યાદીમાં ઘણી જાણીતી હસ્તીઓને પછાડી દીધી છે. આ યાદીમાં ઘણી ટોચની અભિનેત્રીઓના નામ પણ સામેલ છે, પરંતુ ટૂંક સમયમાં જ થનારી માતા દીપીકી ટોપ પર આવી ગઈ છે. ફોર્બ્સની યાદી અનુસાર, દીપિકા કથિત રીતે પ્રતિ ફિલ્મ 15 થી 30 કરોડ રૂપિયા લે છે તેમજ દીપિકા પાદુકોણ હાલમાં સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી છે. દીપિકા પછી કંગના રનૌત બીજા ક્રમે છે જે દરેક ફિલ્મ માટે 15 થી 27 કરોડ રૂપિયા લે છે. આ યાદીમાં પ્રિયંકા ચોપરા 15 થી 25 કરોડ રૂપિયા પ્રતિ ફિલ્મ ફી સાથે ત્રીજા સ્થાને છે. 'ટાઈગર 3'ની અભિનેત્રી કેટરિના કૈફ ચોથા સ્થાને છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પણ લગભગ 15 કરોડથી 25 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.આલિયા ટોપ 5માં અને અનુષ્કા સૌથી નીચે છે.
આશ્ચર્યજનક રીતે, આલિયા ભટ્ટ આ યાદીમાં 5માં સ્થાને છે કારણ કે તે એક ફિલ્મ દીઠ 10 થી 20 કરોડ રૂપિયાની માંગણી કરે છે. યાદીમાં અન્ય લોકોમાં કરીના કપૂર ખાનનો સમાવેશ થાય છે જેમની ફી 8 થી 18 કરોડ રૂપિયા, શ્રદ્ધા કપૂરની 7 થી 15 કરોડ રૂપિયા અને વિદ્યા બાલનની પ્રતિ ફિલ્મ 8 થી 14 કરોડ રૂપિયા છે.
મોટા બજેટની ફિલ્મોમાં દીપિકા પાદુકોણ
અનુષ્કા શર્મા અને ઐશ્વર્યા રાય બચ્ચન અનુક્રમે 8 થી 12 કરોડ અને 10 કરોડ રૂપિયા લે છે. એવું લાગે છે કે દીપિકા આ લિસ્ટની વિજેતા તરીકે ઉભરી છે કારણ કે તે ગયા વર્ષે મોટા બજેટ પર બનેલી કેટલીક મોટી ફિલ્મોનો પણ ભાગ હતી, પછી તે 'પઠાણ' હોય કે 'જવાન'માં તેનો કેમિયો. તેની પાસે પ્રભાસ અને અમિતાભ બચ્ચન સાથે મેગા ફિલ્મ 'કલ્કી 2898 એડી' છે અને તે પછી 'સિંઘમ અગેન' આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના નાની ખાવડીના ગ્રામજનો દ્વારા અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી
April 10, 2025 07:09 PMભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીનો સત્કાર સમારોહ
April 10, 2025 06:10 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech