શહેરના ગુરુપ્રસાદ ચોકમાં આવેલી બાલાજી ભવાની ફરસાણ નામની દુકાનમાં રીક્ષા લઇ ગ્રાહકના સ્વાંગમાં આવેલા શખસે દુકાનદારની નજર ચૂકવી ખાનામાં રાખેલા રૂ.5 હજાર લઇ પલાયન થઇ ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ જતા પોલીસે ફૂટેજ કબ્જે કરી ચોરી કરનાર રૈયાધાર સ્લમ ક્વાર્ટરમાં રહેતા રીક્ષા ચાલક દશરથ ઉર્ફે દસ્તા જોગરાણાને મવડી નજીકથી પકડી પાડી ચોરીના પૈસા તેમજ રીક્ષા મળી 55,000નો મુદામાલ કબ્જે કરી ચોરીનો ભેદ માલવીયા નગર પોલીસે ઉકેલ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ ગત.23ના ગુરુપ્રસાદ ચોકમાં બાલાજી ભવાની ફરસાણ નામની દુકાનમાં બપોરના સમયે રીક્ષા લઈ શખસ આવ્યો હતો ત્યારે દુકાનદાર માલ સમાન ગોઠવતા હતા આથી ગ્રાહકના સ્વાંગમાં આવેલા રીક્ષા ચાલકને ઉભું રહેવાનું કહ્યું હતું. દુકાનદાર માલ સામાન ગોઠવી જોવા જતા શખસ ત્યાંથી ચાલ્યો ગયો હતો. બાદમાં થડાનું ખાનું ખુલ્લું જોતા તેમાં વેપારના રૂ.5 હજાર જોવા ન મળતા દુકાનના સીસીટીવી ચેક કરતા થોડીવાર પહેલા આવેલો રીક્ષા ચાલક ચોરી કરતો હોવાનુ જોવા મળતા બનાવ અંગે માલવીયાનગર પોલીસમાં અજાણ્યા રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વેપારીની ફરિયાદના આધારે સીસીટીવીના ફૂટેજ કબજે કરી પીઆઈ જે.આર.દેસાઈની રાહબરીમાં સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ ડી.એસ.ગજેરા અને ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા પો.હેડ.કોન્સ.અજયભાઇ વીકમાં અને ભાવેશભાઈ ગઢવીને ચોક્કસ બાતમી મળી હતી કે, ગુરુપ્રસાદ ચોકમાં ફરસાણની દુકાનમાં ચોરી કરનાર શખસ મવડી ફાયર સ્ટેશન પાસેના બજરંગ રેસ્ટોરન્ટ સામે રીક્ષા લઇ ઉભો છે. જે બાતમીના આધારે સ્થળ પર પહોંચી રીક્ષા નંબર સહિતની ચોકસાઈ કરી ચાલક દશરથ ઉર્ફે દસ્તો ગભુભાઈ જોગરાણા (રહે-રૈયાધાર સ્લમ ક્વાર્ટર, મૂળ થાનગઢ)ને ઝડપી લઈ તેની ઝડતી લેતા ચોરીની રૂ.5 હજારની રકમ મળી આવતા ઉપયોગમાં લેવાયેલી રીક્ષાજીજે-03-એડબલ્યુ-7264 સહીત રૂ. 55000નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી છે.
શખસ સામે ચોરી સહિતના 12 ગુના નોંધાયેલા
ઝડપાયેલા દશરથ ઉર્ફે દસ્તાનો ગુનાહિત ઇતિહાસ તપાસવામાં આવતા તેની સામે ગાંધીગ્રામમાં બે, પ્ર.નગરમાં ત્રણ, માલવીયાનગરમાં બે,ડીસીબી,બી ડિવિઝન અને યુનિવર્સીટી પોલીસ મથકમાંચોરી, જાહેરનામાનો ભંગ સહિતના એક એક ગુના નોંધાયેલા હોવાનું ખુલતા સંભવિત શખસ સામે પાસાની કાર્યવાહી પણ થઇ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech