સંસદના સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણ પર કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ એવી ટિપ્પણી કરી છે, જેને લઇને વિવાદ થઈ રહ્યો છે. સંસદ પરિસરમાં પત્રકારોએ પ્રશ્નો પૂછ્યા ત્યારે સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિને Poor lady કહ્યું. ભાજપે કોંગ્રેસના વરિષ્ઠ નેતાની આ ટિપ્પણીને અપમાનજનક ગણાવી છે. ભારતીય જનતા પાર્ટીએ "રાષ્ટ્રપતિ મુર્મુ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી" પર ગાંધી પરિવાર પર પ્રહારો કર્યા અને કહ્યું કે કોંગ્રેસની સામંતવાદી માનસિકતા એ હકિકતને પચાવી શકતી નથી કે એક આદિવાસી મહિલા દેશના રાષ્ટ્રપતિ બની છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રાષ્ટ્રપતિ પર સોનિયા ગાંધીની ટિપ્પણી અંગે પોસ્ટ કરી છે. તેમણે પોસ્ટ કરી છે કે સોનિયા ગાંધીએ તેમના નિવેદનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ માટે “poor thing” શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેની હું અને દરેક ભાજપ કાર્યકર્તા સખત નિંદા કરીએ છીએ. ભાજપ પ્રમુખે કહ્યું કે આવા શબ્દોનો ઇરાદાપૂર્વક ઉપયોગ કોંગ્રેસની ગરીબ વિરોધી અને આદિવાસી વિરોધી પ્રકૃતિને પ્રતિબિંબિત કરે છે. તેમણે કોંગ્રેસને રાષ્ટ્રપતિ અને આદિવાસી સમુદાયની બિનશરતી માફી માંગવાની પણ માગ કરી છે.
ભાજપના સાંસદ સુકાંત મજુમદારે કહ્યું, આ એક અપમાનજનક ટિપ્પણી હતી. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જેવા નેતાઓએ આવી ટિપ્પણી બિલકુલ ન કરવી જોઈએ, ખાસ કરીને રાષ્ટ્રપતિ પર. દ્રૌપદી મુર્મુ એક આદિવાસી પરિવારમાંથી છે અને હવે તે આપણા રાષ્ટ્રપતિ છે. દેશના પ્રથમ નાગરિક છે અને કોંગ્રેસ આ સ્વીકારતી નથી. આથી જ તેઓ તેમના ભાષણનો વિરોધ કરી રહ્યા છે. સંબિત પાત્રાએ કહ્યું, આજે આખા દેશે રાષ્ટ્રપતિને ધ્યાનથી સાંભળ્યા છે... એ દુઃખદ છે કે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ પર જે પ્રકારની ટિપ્પણી કરી છે તે બિલકુલ યોગ્ય નથી. કહ્યું કે, રાષ્ટ્રપતિ પોતાના ભાષણમાં થાકી ગયા હતા... ભારત એક પ્રજાસત્તાક છે અને વિશ્વની સર્વોચ્ચ લોકશાહી છે. રાષ્ટ્રપતિ મજબૂત છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ કહ્યું કે, રાષ્ટ્રપતિ અંત સુધીમાં ખૂબ થાકી ગયા હતા. બિચારી, તે મુશ્કેલથી બોલી શકતા હતા. આ દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા (બંને સાંસદો) પણ ત્યાં હાજર હતા.
કોંગ્રેસના સાંસદ સોનિયા ગાંધીના નિવેદન પર કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, રાષ્ટ્રપતિનું આટલું અપમાન ક્યારેય થયું નથી. કોંગ્રેસના સાંસદ સોનિયા ગાંધી અને તેમના પુત્ર અને વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા રાષ્ટ્રપતિ વિરુદ્ધ જે પ્રકારના શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેની હું નિંદા કરું છું. હું તો એવું વિચારી પણ નથી શકતો, તેમની પાસેથી બીજું શું અપેક્ષા રાખી શકાય?...
રાષ્ટ્રપતિએ બંને ગૃહોને સંબોધિત કર્યા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે બજેટ સત્રની શરૂઆતમાં સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર મધ્યમ વર્ગના પોતાના ઘરના સ્વપ્નને પૂર્ણ કરવા અને ગરીબોને ગામમાં રહેણાંક જમીનનો અધિકાર આપવા માટે પ્રતિબદ્ધ છે. મારી સરકાર મધ્યમ વર્ગના પોતાના ઘરના સ્વપ્નને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે. RERA જેવા કાયદા બનાવીને મધ્યમ વર્ગના સપનાઓનું રક્ષણ થયું છે. ગૃહ લોન પર સબસિડી આપવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિએ કહ્યું, "સરકારે તેના ત્રીજા કાર્યકાળમાં બધા માટે મકાનના ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે નક્કર પગલાં લીધાં છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો વિસ્તાર કરીને ત્રણ કરોડ વધારાના પરિવારોને નવા ઘર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે પાંચ લાખ છત્રીસ હજાર કરોડ રૂપિયા ખર્ચવાની યોજના છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech