ગેંગ સામે દેશભર માં ૧૧૭ ગુન્હા નોંધાયા છે તેનો મુળ ભાવનગર પંથકના અને સુરતમાં વસવાટ પછી દુબઈ,નેપાળમાં રહેતા માસ્ટર માઇન્ડ પાર્થ ગોવાણી ગેંગ દ્વારા ૯૦ વર્ષના સિનિયર સિરિઝને ડિજિટલ એરેસ્ટ કરી ૧ કરોડ, ૧૫ લાખ,૫૦ હજાર ટ્રાન્સફર કરાવેલ : સુરત સાયબર ક્રાઇમના વિશેષ ઓપરેશનમાં લખનઉ એરપોર્ટ પરથી ઝડપાયેલ સૂત્રધારની મીડિયા સમક્ષ ક્રાઇમ કુંડળી ખોલતા ડીસીપી ક્રાઈમ ભાવેશ રોજીયા : ૯૦ વર્ષનાં વડીલને ટોર્ચર કર્યાનું જાણી ઉકળી ઉઠેલા સીપી અનુપમસિંહ ગેહલોત દ્વારા તાકીદે જોઇન્ટ સીપી ક્રાઇમ સાથે ચર્ચા કરી આ જવાબદારી ડીસીપી ક્રાઇમ ટીમને સુપ્રત કરેલ
સીબીઆઈ, ઇડી, પોલીસ અધિકારી વિગેરેના નામે ડિજિટલ એરેસ્ટ કરવાની ધમકી આપતી કુ વિખ્યાત ગેંગના સૂત્રધાર મનાતા પાર્થ ગોવાણીને પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત, ક્રાઇમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્તના માર્ગદર્શન હેઠળ સુરત ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી ભાવેશ રોજીયાના નેતળત્વ હેઠળની ટીમ દ્વારા લખનઉ એરપોર્ટ પરથી ઝડપી લેવાયો છે. આ ગેંગના પાંચ સભ્યો અગાઉ ઝડપાયા છે અને દેશભરના વિવિધ રાજ્યોમાં આ ગેંગ સામે ૧૭૩ થી વધુ ફરિયાદો નોંધવામાં આવી હોવાનું બહાર આવતા પોલીસ કમિશનર અનૂપમસિંહ ગેહલોત દ્વારા જોઇન્ટ સીપી સાથે ચર્ચા કરી આ પડકારજનક કાર્ય આવા અનેક મિશનો સફળતાપૂર્વક પાર પાડી ચૂકેલા ડીસીપી ભાવેશ રોજિયાને સુપ્રત કરતા જ આખી રણનીતિ પોતાની ટીમો સાથે તૈયાર કરી સફળતા મેળવી હતી.
ઉકત ઓપરેશન સંદર્ભે મીડિયા સાથેની વાતચીતમાં જેમના નેતળત્વ હેઠળ સફળતા મળી તેવા ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ભાવેશ રોજીયાએ જણાવેલ કે, ૯૦ વર્ષના સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરી બળજબરીથી ૧કરોડ, ૧૫ લાખ, પચાસ હજાર ઓન લાઈન ટ્રાન્સફર કરી વોન્ટેડ બની કમ્બોડિયા ચાલ્યા ગયેલા અને લખનઉ એરપોર્ટ પરથી ઝડપાયેલ આરોપી વિગેરે સામે સાયબર ક્રાઈમ હેલ્પ લાઈન નંબર પર ફરિયાદ થાય બાદ અમારી વિવિધ ટીમો એક્ટિવ બની હતી. મુખ્ય સૂત્રધાર મૂળ ભાવનગર પંથકનો અને સુરત સ્થાયી થયેલ આ સૂત્રધાર વર્તમાનમાં નેપાળ રહેતો હોવાનું જણાવેલ હતું. આરોપીની વિશેષ પૂછપરછમાં નેપાળ, દુબઈ સહિત વિદેશમાં રહી આવું ડિજિટલ એરેસ્ટ ગેંગ ઓપરેટ કરતો હોવાનું બહાર આવ્યું છે. અને તેનું કનેક્શન વિવિધ ચાઇનીઝ ગેંગ સાથે હોવાનું પણ ખુલવા પામ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech