શરદી, ઉધરસ અને તાવમાં વપરાતી દવાઓ જનરલ સ્ટોર પર ઉપલબ્ધ કરાવવાની વિચારણા કરવામાં આવી રહી છે. જો કે હજુ સુધી આ અંગે સત્તાવાર રીતે કઈં કહેવામાં આવ્યું નથી. એવું કહેવાય રહ્યું છે કે ઓટીસીની નીતિ પર કામ કરતી સમિતિ એટલે કે ઓવર ધ કાઉન્ટર દવાઓ મેડીકલને બદલે જનરલ સ્ટોર્સમાં વેચવાની મંજુરી આપવા પર વિચાર કરી રહી છે પણ હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી. જો સમિતિ મંજુરી આપશે તો સામાન્ય દવાઓ કે જે માટે ડોકટરની પ્રિસ્ક્રિપ્શન લેવાની જર નથી તેવી દવાઓ આસાનીથી ઉપલબ્ધ થઈ શકશે.
ઓટીસીમાં આ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે જેથી ખાંસી, શરદી અને તાવની દવા ગામડાઓમાં લોકો સુધી સરળતાથી પહોંચી શકે. આ માટે ડોકટરની પ્રિસ્ક્રિપ્શન લેવાની જર નથી. આ વિશે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 'અમેરિકા જેવા ઘણા દેશોમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી દવાઓ કરિયાણાની દુકાનો પર પણ ઉપલબ્ધ છે. ભારતની ઓટીસી પોલિસી પર કામ કરી રહેલા કેટલાક નિષ્ણાતો તરફથી એક સૂચન પણ આવ્યું છે, જેમાં અહીં પણ આવી સિસ્ટમ શ કરવાની વાત કરવામાં આવી છે. જો કે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.'
નોંધનીય છે કે ઓવર ધ કાઉન્ટર દવાઓમાં એવી દવાઓનો સમાવેશ થાય છે જે ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચી શકાય છે. અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં તેમના વર્ગીકરણ અને ઉપયોગ અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા છે.આ વર્ષે ફેબ્રુઆરીમાં આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક અતુલ ગોયલે ભારતની ઓટીસી દવા નીતિ તૈયાર કરવા માટે એક વિશેષ સમિતિની રચના કરી હતી. કમિટીએ તાજેતરમાં પ્રિસ્ક્રિપ્શન વિના વેચી શકાય તેવી દવાઓની પ્રથમ યાદી સુપરત કરી છે, ત્યારબાદ સોમવારે ચર્ચા કરવા માટે બેઠક બોલાવવામાં આવી હતી.
રિપોર્ટ અનુસાર આ દવાઓ અંગે ચર્ચા કરવા માટે સોમવારે જ એક બેઠક પણ બોલાવવામાં આવી હતી, જેમાં ચર્ચા એવી હતી કે, 'ભારતમાં પ્રિસ્ક્રિપ્શન દવાઓનું નિયમન છે, પરંતુ કાઉન્ટર પર વેચી શકાય તેવી કોઈ માર્ગદર્શિકા અથવા સૂચિ નથી.'તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'જો કોઈ દવાને પ્રિસ્ક્રિપ્શન ઓન્લી ડ્રગ તરીકે ખાસ લેબલ કરવામાં ન આવે તો તેને ઓટીસી ગણવામાં આવે છે.'
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech