છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં મંગળવારે સાંજે એક બસ મુરોમ માટીની ખાણના ખાડામાં પડતાં 11 લોકોના મોત થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. પોલીસ અધિક્ષક (કેન્ટોનમેન્ટ વિસ્તાર) હરીશ પાટીલે જણાવ્યું હતું કે કુમ્હારી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ખાપરી ગામ નજીક રાત્રે લગભગ 8.30 વાગ્યે અકસ્માત થયો હતો, જ્યારે એક ડિસ્ટિલરી કંપનીના કર્મચારીઓ કામ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા.
એસપીએ જણાવ્યું કે પ્રાથમિક માહિતી અનુસાર લગભગ 40 લોકોને લઈને જતી બસ રસ્તા પરથી લપસીને 40 ફૂટ ઊંડી મુરોમ ખાણમાં પડી ગઈ હતી. છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં મંગળવારે સાંજે એક બસ મુરોમ માટીની ખાણના ખાડામાં પડતાં 11 લોકોના મોત થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા.
ન્યૂઝ એજન્સી અનુસાર એસપીએ જણાવ્યું કે પ્રાથમિક માહિતી અનુસાર લગભગ 40 લોકોથી ભરેલી બસ રસ્તા પરથી લપસીને 40 ફૂટ ઊંડી મુરોમ ખાણમાં પડી ગઈ. મુરમ એક પ્રકારની માટી છે, જેનો ઉપયોગ બાંધકામ માટે થાય છે.
એસપીના જણાવ્યા અનુસાર માહિતી મળતા જ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું. અધિકારીએ જણાવ્યું કે ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોની રાયપુર અને ભિલાઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech