ભારતે ચેસ ઓલિમ્પિયાડમાં ઈતિહાસ રચ્યો છે. 97 વર્ષમાં જે ન થઈ શક્યું તે ડી ગુકેશ અને અર્જુન એરિગેસીને કારણે ભારતે કરી બતાવ્યું છે. ચેસ ઓલિમ્પિયાડના ઓપન વિભાગમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત મહિલા વિભાગમાં પણ ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ રીતે ભારતે કુલ 3 ગોલ્ડ મેડલ જીત્યા હતા. ચેસ ઓલિમ્પિયાડના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે ભારતે બંને વિભાગમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. ડી ગુકેશે વ્લાદિમીર ફેડોસીવને હરાવ્યો, જ્યારે અર્જુન એરિગેસીએ જોન સુબેલને હરાવ્યો હતો.
ડી ગુકેશ અને અર્જુન એરીગેસીનું અદ્ભુત કામ
હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં ચેસ ઓલિમ્પિયાડનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં ભારતનો દબદબો જોવા મળ્યો હતો. ભારતના ડી ગુકેશે બીજી વખત ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેણે વ્યક્તિગત ઈવેન્ટ્સમાં સફળતા હાંસલ કરી છે. અગાઉ ડી ગુકેશ ચેસ ઓલિમ્પિયાડ 2022માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ રીતે ડી ગુકેશ ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદ પછી સતત 2 ગોલ્ડ મેડલ જીતનાર બીજો ભારતીય બની ગયો છે. આવું કરનાર તે વિશ્વનો 16મો ગ્રાન્ડ માસ્ટર પણ બન્યો.
ભારતીય મહિલા ટીમે મહિલા વિભાગમાં જીત્યો ગોલ્ડ
મહિલા વિભાગમાં ભારતીય મહિલા ટીમમાં હરિકા દ્રોણાવલ્લી, વૈશાલી રમેશબાબુ, દિવ્યા દેશમુખ, વંતિકા અગ્રવાલ, તાનિયા સચદેવ અને અભિજીત કુંટેનો સમાવેશ થાય છે. ભારતીય મહિલા ટીમે છેલ્લી મેચમાં અઝરબૈજાનને 3.5-0.5થી હરાવ્યું હતું. ચેસ ઓલિમ્પિયાડના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતે બંને વિભાગમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. આ પહેલા ક્યારેય ભારત આવું કરી શક્યું નથી. ભારતને બે વર્ષ પહેલા ચેસ ઓલિમ્પિયાડમાં બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. આ સિવાય ચેસ ઓલિમ્પિયાડ 2014માં પણ ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિઝન 2047 માટે રાજ્યસરકાર દ્વારા નીતિ સુધારણા માટે કવાયત
May 23, 2025 02:21 PMકિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક જવાન શહીદ
May 23, 2025 02:18 PMપાકિસ્તાનની આડોડાઈ: ઈન્ડીગોના ૨૨૭ યાત્રીના જીવ જોખમમાં મુક્યા
May 23, 2025 01:57 PMજામજોધપુર પંથકને માવઠાનો માર: એક ઇંચ વરસાદ ખાબકતા ખેડુતોના હાલ બેહાલ...
May 23, 2025 01:17 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech