મુંબઇમાં બાબા સિદ્દીકીની હત્યા કેસમાં લોરેન્સ બિશ્નોઇ ગેંગની સંડોવણી સામે આવતા મુંબઇ પોલીસની વિશેષ ટીમ સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદ લોરેન્સની પુછપરછ કરવા માટે અમદાવાદ આવશે. ગેંગસ્ટર બિશ્નોઇની પુછપરછ કરવા માટે કેન્દ્ર સરકારની વિશેષ પરવાનગી લેવાની રહે છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા લોરેન્સ બિશ્નોઇએ પાકિસ્તાનમાં કોલ થયાનું પણ સામે આવ્યું હતું. જો કે આ કેસની તપાસ કોઇ કારણસર આગળ વધી નહોતી.
મુંબઇમાં એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યા મામલે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની ગેંગનું નામ સામે આવતા મુંબઇ પોલીસ સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઇની પુછપરછ કરવામાં આવશે. લોરેન્સ બિશ્નોઇ હાલ સાબરમતી જેલના સૌથી સુરક્ષિત અંડા સેલમાં રાખવામાં આવ્યો છે. જ્યાં તેને કોઇ મળવા આવી શકતું નથી.જો કે તેને નાસ્તો અને જમવાનું પહોચતુ કરવામાં આવે છે અને તેના સેલની આસપાસ સુરક્ષા કર્મચારીઓ તૈનાત રહે છે. પરંતુ લોરેન્સ બિશ્નોઇની પરવાનગી વિના સમગ્ર ઘટનાને અંજામ આપવો અશક્ય છે. જેથી લોરેન્સ જેલમાંથી તેના સંદેશા બહાર પહોંચતા કરવા માટે જેલમાંથી કોઇની મદદ લેતો હોવાની આશંકા સેન્ટ્રલ એજન્સીઓ અને મુંબઇ પોલીસે આશંકા વ્યક્ત કરી છે.
થોડા સમય પહેલા લોરેન્સ બિશ્નોઇનો વિડીયો કોલ સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. જેમાં તેણે સાબરમતી જેલમાંથી પાકિસ્તાન કોલ કરીને ઇદની શુભેચ્છા આપ્યા હોવાનો દાવો કરાયો હતો. પરંતુ, સાબરમતી જેલના અધિકારીઓનું કહેવું હતું કે આ વિડીયો જુનો છે અને સાબરમતી જેલનો નથી. ત્યારબાદ આ અંગે કોઇ તપાસ કરવામાં આવી નહોતી. પરંતુ, જેલમાંથી લોરેન્સને કોઇ ગ્રાઉન્ડ સ્ટાફ કે અન્ય કોઇની મદદ મળતી હોવાની પુરેપુરી શક્યતા છે. જેથી આ મામલે કેન્દ્રીય એજન્સી પણ તપાસ કરશે. જેમાં છેલ્લાં ત્રણ મહિના દરમિયાન તેના સેલમાં સુરક્ષાની કામગીરી કરતા સુરક્ષા કર્મીઓ અને જેલના કેટલાંક કેદીઓની પુછપરછ થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડમાં તિહાડ જેલમાંથી કોલ થયા હતા.
આ ઉપરાંત, પંજાબ અને રાજસ્થાનની જેલમાંથી તેણે મોબાઇલ ફોનનો ઉપયોગ કયર્નિું સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ક્રિમીનલ પ્રોસીસર કોડની કલમ 268 હેઠળ લોરેન્સને કોઇને કોઇને મળવાનો અધિકાર નથી અને તેની પુછપરછ કરવા માટે કેન્દ્ર સરકારની વિશેષ પરવાનગીની જરૂર રહે છે. જેથી મુંબઇ પોલીસ હાલ તમામ ઝડપાયેલા આરોપીઓની વિસ્તારપૂર્વક પુછપરછ કયર્િ બાદ સાબરમતી જેલમાં લોરેન્સની પુછપરછ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech