કેન્દ્ર સરકારે વિકિપીડિયાને તેમના પ્લેટફોર્મ પર પક્ષપાત રખાતો હોવાની અને અચોક્કસતાની ફરિયાદોને ધ્યાને લઈને નોટિસ જારી કરી છે. દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને અનુસરીને આ નિર્ણય લેવાયો હતો.જે તે સમયે વિકિપીડિયાએ એવી દલીલ કરી હતી કે અમે માત્ર મધ્યસ્થી છીએ ત્યારે આ નોટીસમાં સ્પષ્ટ્ર પૂછવામાં આવ્યું છે કે શા માટે વિકિપીડિયાને માત્ર મધ્યસ્થીને બદલે પ્રકાશક તરીકે ગણવામાં ન આવે?
માહિતી અને પ્રસારણ મંત્રાલયના સંદેશાવ્યવહાર મુજબ, એવી ધારણા છે કે મર્યાદિત જૂથ સાઇટ પરની સામગ્રી પર સંપાદકીય નિયંત્રણ ધરાવે છે.આ નોટિસ દિલ્હી હાઈકોર્ટના સપ્ટેમ્બરના ચુકાદાને અનુસરે છે, જેમાં વિકિપીડિયાના ઓપન એડિટિંગ ફીચરને ખતરનાક ગણાવ્યું હતું. કોર્ટની ટિપ્પણીઓ પ્લેટફોર્મ સામે એક સમાચાર એજન્સી દ્રારા લાવવામાં આવેલા બદનક્ષીના મુકદ્દમા દરમિયાન આવી હતી, જેમાં ન્યાયાધીશોએ ચિંતા વ્યકત કરી હતી કે કોઈપણ વિકિપીડિયા પૃને સંશોધિત કરી શકે છે. અદાલતે અપ્રતિબંધિત સંપાદનના સંભવિત જોખમો પર ભાર મૂકયો, ખાસ કરીને વ્યકિતઓ અથવા સંગઠનો સંબંધિત સંવેદનશીલ માહિતીને લગતા પાનાઓ સામે અદાલતે વાંધો લીધો હતો. સપ્ટેમ્બરમાં, દિલ્હી હાઇકોર્ટે સાઇટ પર સમાચાર એજન્સીના પૃ પર કથિત પે બદનક્ષીભર્યા સંપાદનો માટે જવાબદાર વપરાશકર્તાઓ વિશેની માહિતી જાહેર કરવામાં નિષ્ફળ રહેવા બદલ વિકિપીડિયાને તિરસ્કારની નોટિસ જારી કરી હતી.
જસ્ટિસ નવીન ચાવલાએ ચેતવણી આપી હતી કે જો કોર્ટના આદેશોનું પાલન ન કરે તો ભારતમાં વિકિપીડિયાની કામગીરી સ્થગિત થઈ શકે છે. તેમણે કહ્યું, અમે તમારા વ્યવસાયિક વ્યવહારો અહીં બધં કરીશું. અમે સરકારને વિકિપીડિયાને બ્લોક કરવા માટે કહીશું.જો તમે ભારતીય નિયમોનું પાલન કરવા માંગતા નથી, તો ભારતમાં કામ કરશો નહીં.જણાવી દઈએ કે વિકિપીડિયા પૃ પરના કેટલાક સંપાદનોથી સંબંધિત છે, જેના કારણે સમાચાર એજન્સીએ આ પ્લેટફોર્મ સામે માનહાનિનો દાવો દાખલ કર્યેા હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PM૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech