કાશ્મીરમાં ચૂંટણી વખતે જ પાકિસ્તાને જમ્મુના અખનૂરમાં સરહદ પારથી કરેલા ફાયરીંગમાં બીએસએફનો એક જવાન ઘાયલ થયો હતો જો કે પાકિસ્તાન બાજુએથી શ થયેલા ફાયરીંગ બાદ બીએસએફના જવાનોએ જવાબી કાર્યવાહી કરી હતી, અધિકારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાની બાજુએ થયેલા જાનહાનિની તાત્કાલિક જાણ થઈ નથી.
બુધવારે વહેલી સવારે જમ્મુના અખનૂર વિસ્તારમાં બોર્ડર સિકયોરિટી ફોર્સનો એક જવાન ઘાયલ થયો હતો યારે પાકિસ્તાની સૈનિકોએ સરહદ પર યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરીને ભારતીય ચોકીઓ પર ઉશ્કેરણીજનક ગોળીબાર કર્યેા હતો.બીએસએફએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સવારે ૨.૩૫ કલાકે સરહદ પારથી અખનૂર વિસ્તારમાં ગોળીબાર શ થયો હતો, જેનો બીએસએફ દ્રારા યોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો. ટુકડીઓ હાઇ એલર્ટ પર છે. નોંધનીય છે કે ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ ભારત અને પાકિસ્તાને તેમના યુદ્ધવિરામ કરારનું નવીકરણ કયુ ત્યારથી બંને દેશો વચ્ચે યુદ્ધવિરામનું ઉલ્લંઘન ભાગ્યે જ થયું છે.ગયા વર્ષે રામગઢ સેકટરમાં પાકિસ્તાન રેન્જર્સ દ્રારા કરવામાં આવેલા ગોળીબારમાં બીએસએફ નો એક જવાન શહીદ થયો હતો, જે ત્રણ વર્ષમાં ભારત તરફથી પ્રથમ મોત હતું. ઉલેખનીય છે કે આગામી દિવસોમાં જમ્મું કાશ્મીરમાં ચુંટણીઓ યોજવામાં આવનાર છે ત્યારે
યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ૧૮ સપ્ટેમ્બરે થનારી ત્રણ તબક્કાની વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના દિવસો પહેલા આ ઘટના બની છે આથી બન્ને દેશોની સરકાર એલર્ટ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech