ભાવનગર શહેર નજીક આવેલા નારી ગામ પાસે કારમાં આગ લાગવાની ઘટના બની હતી. નારી ગામ નજીક હાઇવે રોડ પસાર થઇ રહેલી કારમાં અચાનક આગ લાગી હતી.જેને લોકોએ નજરો સમક્ષ જોઈ હતી. જેના પગલે ભારે અફરા-તફરી સર્જાઈ હયી.
હાઈ-વે પર પસાર થઈ રહેલી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ચાલક કારમાંથી બહાર નીકળી ગયો હતો. સળગતી કારમાંથી ચાલક બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો. હાઇ-વે પર બનેલી ઘટનાને લઈ વાહન ચાલકોના એકઠા થઈ ગયા હતા. ગુજરાતમાં ભયજનક બનાવોના પ્રમાણમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. ક્યારેક કારમાં અચાનક આગ લાગી જવાની ઘટના અવારનવાર સામે આવતી રહે છે. જેના લીધે ઘણીવાર ગાડીમાં બેસેલા લોકોના જીવ પણ જતાં રહે છે. કેટલાક બનાવોમાં સળગતી કારમાં પરિવારના ઘણા સભ્યો બળીને ખાક થઈ જાય છે.
ત્યારે ઘણીવાર કારમાં શોર્ટ સર્કિટના લીધે પણ આગની ઘટના બને છે. શહેર નજીક કારમાં આગનો બનાવ સામે આવ્યો હતો.જેમાં કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કારમાં આગ લાગવાની ઘટના અંગે ફાયર ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.આગ લાગવાની ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જે બાદ ટીમે પાણીનો છંટકાવ કરીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.
આગ કાબૂમાં આવી જતાં વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો હતો.સદનસીબે કારમાં ચાલક સિવાય કોઈ અન્ય ન હોય તેના લીધે મોટી જાનહાનિ ટળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech