રાજયમાં વધી રહેલી ગુનાખોરીને ડામવા માટે રાજય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા રાજયભરની પોલીસને ૧૦૦ કલાકમાં ગુંડા તત્વો અને અસામાજીક તત્વોની યાદી તૈયાર કરવા આદેશ કરાયો છે અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સુચના આપવામાં આવી છે. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં અસામાજીક પ્રવૃતિઓ આચરનાર તત્વોની યાદી તૈયાર કરી લેવામાં આવી છે અને તેની સામે કડક કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે.
રાજકોટ જિલ્લા પોલીસે પડધરી, ગોંડલ, શાપર-વેરાવળ, મેટોડા,ધોરાજી, પાટણવાવ, ઉપલેટા,કોટડા સાંગાણી સહિતનાં વિસ્તારોમાં અસામાજીક પ્રવૃતિઓ આચરનાર શખસો વિરુઘ્ધ ગુના નોંધવા અને તેમના ગેરકાયદે વીજ કનેકશન કાપવા સહિતની કામગીરી કરવામાં આવી છે.જેમાં ગઇકાલે જિલ્લા પોલીસ દ્વારા પીજીવીસીએલની ટીમને સાથે રાખી વીજ ચોરીના કેસ, વીજ કનેકશન કટ કરવા તથા જાહેરનામા ભંગના કેસ અને હદપારીના કેસ કરવામાં આવ્યા છે.
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સુચનાના પગલે રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા અસામાજીક તત્વો વિરુઘ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જે અંગે માહિતી આપતા ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલાએ જણાવ્યું હતું કે, આ કામગીરીનાં ભાગરૂપે પડધરીમાં ત્રણ વીજ કનેકશન કટ કરવામાં આવ્યા છે અને ત્રણ ગુના દાખલ કરવામાં આવ્યા છે અને ૫.૫૦ લાખનો દંડ કરવામાં આવ્યો છે.
ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં ચાર વીજ ચોરીના કેસ વીજ આવ્યા છે.એક જાહેરનામા ભંગ અને એક શખસ વિરૂધ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. ધોરાજીમાં એક વીજ કનેકશન કટ કરી ૩૫૦૦૦નો દંડ કરાયો છે.જયારે એક શખસ સામે જાહેરનામા ભંગનો કેસ કરાયો છે. ગોંડલ બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડાયરેક વીજ કનેકશન કટ કરવામાં આવ્યું છે. શાપર પોલીસની ટીમ દ્વારા પીજીવીસીએલને સાથે રાખી ૮ વીજ કનેકશન કટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૪ ભાડાકરાર અંગેના કેસ કરવામાં આવ્યા છે. તેમજ હદપારી ભંગનાં પણ બે કેસ કરાયા છે.
આ ઉપરાંત મેટોડા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ભાડાકરાર અંગેના ૪ ગુના દાખલ કરવામાં આવ્યા છે જેમાં ઉમેશ ઉર્ફે અડ્ડો હરીભાઈ સોની, રાહુલ ઉર્ફે ડોગી રાજેશભાઈ યાદવ, ભાગ્યપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને નીતિન રમેશભાઈ સાગઠીયા વિરુઘ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
ઉપલેટામાં એક વીજ કનેકશન કટ કરવામાં આવ્યું છે. ગોંડલ તાલુકા પોલીસ દ્વારા બે વીજ કનેકશન કટ કરવામાં આવ્યા છે. પાટણવાવ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા બે શખ્સોનાં ગેરકાયદે વીજ કનેકશન કટ કરવામાં આવ્યા છે.ભાડલા પોલીસની ટીમ દ્વારા સાત વિજ કનેશનમાં ગેરકાયદે પ્રવુત્તી બાબતે રૂ.૪.૮૫ લાખનો દંડ ફટકારાયો છે.ભાયાવદરમાં ૨ વીજ કનેકશન કટ કરાયા છે અને બે હદપારીના કેસ કરાયા છે.કોટડા સાંગાણીમાં વીજ કનેશન કટ કરાયું છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારે રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદે પ્રવૃતિ આચરનાર શખ્સો વિરુઘ્ધ કાર્યવાહી યથાવત રાખવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા ડીડીઓની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક
May 19, 2025 11:28 AMજામનગર જિલ્લાની સરકારી શાળાઓનું જ્ઞાન સાધના શિષ્યવૃતિ પરીક્ષાનું કંગાળ પરીણામ
May 19, 2025 11:25 AMજામનગર જિલ્લાના ૧૪ ડેમના દરવાજાની ઓઇલીંગ અને ગ્રીસીંગ કરાશે: ડેમ સાઇટની નીચે સફાઇ
May 19, 2025 11:22 AMજામનગરમાં લાલ પરિવારના ટ્રસ્ટો દ્વારા રક્તદાન યજ્ઞમાં રપર નાગિરકોનું રક્તદાન
May 19, 2025 11:18 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech