સલાયામાં ગુનેગારોના બાંધકામો પર આજે ફર્યુ બુલડોઝર

  • May 20, 2025 01:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુનાહીત ઇતિહાસ ધરાવતા અસામાજીક તત્વો દ્વારા બાંધવામાં આવેલા ગેરકાયદે બાંધકામો તોડવાનું સવારથી ઓપરેશન ચાલું: સલાયા મરીન સહિત પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત: એસપી નિતેશ પાંડેયના માર્ગદર્શન નીચે કામગીરી શ‚


સમગ્ર ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા ગુનાહિત ઈતિહાસ ધરાવતા અને અવારનવાર ગુન્હાઓ આચરતા શખ્સો દ્વારા ગેરકાયદેસર નિર્મિત બાંધકામોને તોડવાનું ચાલુ છે. જેમાં આજરોજ વહેલી સવારથી સલાયામાં પણ ગુનાહિત ઈતિહાસ ધરાવતા અને હાલમાં જેમાંથી અમુક શખ્સો ઉપર ગુજસીટોક અંતર્ગત ગુન્હા નોંધાયેલ છે તેવા સખસોના અનધિકૃત બાંધકામોને તોડવાનું સરકાર દ્વારા ચાલુ કરાયું છે. જેમાં એક જેસીબી તેમજ અંદાજિત ૧૩ થી ૧૫ જેટલા માણસો દ્વારા આ અનધિકૃત ઈમારતોને તોડવાનું હાલ ચાલુ છે. 

આ ડિમોલેશન મામલતદાર વ‚, સિટી સર્વે અધિકારીઓ તેમજ તલાટીઓની દેખરેખ હેઠળ ચાલુ છે. અગાઉ આ તમામ લોકોને આ ઇમારતો પાડવા વિશે નોટિસો દ્વારા નિયમોનુસાર જાણ કરેલ હતી. બાદમાં આજ વહેલી સવારથી આ ઈમારતોને પાડવાનું કામ ચાલુ છે. દેવભુમી દ્વારકા જીલ્લાના એસપી નિતેશ પાંડેયની સુચનાથી આ ડિમોલેશનમાં સલાયા મરીન પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તેમજ પી.આઈ. રાણાના માર્ગદર્શન હેઠળ કોઈ અઘટિત બનાવ ન બને એ માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. હાલમાં મળતી માહિતી મુજબ ૬ જેટલી ગેરકાયદેસર ઈમારતોને પાડવાનું કામ હાલ તંત્ર દ્વારા કરવામાં આવશે તેવું જાણવા મળેલ છે. તેમજ અન્ય બાંધકામો બાબતે કાગળો અને દસ્તાવેજ સહિતની ખરાઇ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. 

રાજયમાં ગુનાહીત ઇતિહાસ ધરાવતા અને યેનકેન પ્રકારે મિલ્કતો એકત્ર કરનારા અપરાધીઓ સામે છેલ્લા કેટલાય સમયથી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જેના ભાગ‚પે અગાઉ રાજયમાં આ પ્રકારના ડીમોલીશન કરવામાં આવ્યા છે, જામનગર તેમજ દ્વારકા જિલ્લામાં અગાઉ અને તાજેતરમાં ગુનાહીત ઇતિહાસ ધરાવનાર અપરાધીઓના ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતાં અને લાખોની જગ્યાઓ ખુલ્લી કરવામાં આવી હતી. આજરોજ સલાયામાં ડીમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે અને પોલીસ કાફલા સાથે આ કાર્યવાહી શ‚ કરવામાં આવી હતી. આગામી સમયમાં અન્ય સ્થળે પણ અસામાજીક તત્વો દ્વારા ખડકી દેવાયેલા ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવશે તેમ પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. ​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application