ભાજપ્ના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ બાબતે કરેલી ટિપ્પણીના વિરોધમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ આશાપુરા મંદિરના પટાંગણમાં ઉપવાસ શરૂ કયર્િ હતા. ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાની આગેવાની હેઠળ મહિલાઓએ ઉપવાસ શરૂ કયર્િ હતા પરંતુ અમદાવાદ ખાતેની ક્ષત્રિય સમાજની બેઠકમાં હાજર રહેવાનું આમંત્રણ મળતા પદ્મીનીબા અમદાવાદ જવા નીકળી ગયા છે.
દરમિયાનમાં ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી નયનાબા જાડેજાએ આજે અમીન માર્ગ પર અને હિંગળાજનગર સહિતના વિસ્તારોમાં રૂપાલાના ફોટા અને તેની પર બોયકોટના સિક્કા મારેલા પોસ્ટર ચિપકાવ્યા છે.
રૂપાલાના નિવેદનમાં ક્યાંય આચારસંહિતાનો ભંગ થતો નથી તેવો રિપોર્ટ રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી એ ચૂંટણી પંચને મોકલી દીધો છે અને ચૂંટણી પંચે તે રિપોર્ટનો સ્વીકાર પણ કરી લીધો છે. આજે બપોરે ક્ષત્રિય સમાજના 11 આગેવાનોની બનેલી કોર કમિટીની બેઠક અમદાવાદ નજીક શરૂ થઈ છે. ભાજપ્ના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને ભાજપ્ના ક્ષત્રિય સમાજના આગેવાનો આ મિટિંગમાં ઉપસ્થિત છે. આ મિટિંગમાં શું નિર્ણય લેવાય છે તેના આધારે આગામી દિવસોના વિરોધ કાર્યક્રમ અથવા તો સમાધાનની જાહેરાત થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફિલ્મ નિર્માતા અયાન મુખર્જીના કાકા રોનો મુખર્જીનું નિધન
May 28, 2025 08:41 PMઅમદાવાદ: બાળકીને ફાડી ખાનાર 'રોકી' ડોગનું સારવાર દરમિયાન મોત, જીવલેણ રોગથી પીડાતો હતો
May 28, 2025 08:30 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech