તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.10માં કાલાવડ રોડને લાગુ સત્ય સાંઇ માર્ગ ઉપર આત્મીય કોલેજ સંકુલની પાછળ આવેલા ગોખકામેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલ પ્લોટમાં રૂ.33 લાખના ખર્ચે અદ્યતન બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ડેવલપ કરવાના પ્રોજેક્ટનું મેયરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્ત થયું ત્યાં જ લતાવાસીઓમાં ભારે વિરોધ વંટોળ ઉઠ્યો હતો. દરમિયાન લોક લાગણી અને માંગણીને ધ્યાને લઇને હાલમાં સત્ય સાંઇમાર્ગ ઉપરથી આ પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો હોવાનું સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ જાહેર કર્યું હતું.
વિશેષમાં સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં વેસ્ટઝોન હેઠળના કાલાવડ રોડ ઉપર અન્યત્ર કોઇ સાનુકૂળ મ્યુનિસિપલ પ્લોટ ઉપલબ્ધ હશે ત્યાં આગળ બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ડેવલપ કરાશે. સત્યસાંઇ માર્ગ ઉપરથી આ પ્રોજેક્ટ પડતો મુકાયો છે અને તાત્કાલિક અસરથી કામ બંધ કરવા આદેશ કર્યો છે.
વિશેષમાં મ્યુનિ.સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ મહાનગરપાલિકાના બજેટમાં સૂચવેલા નવા પ્રોજેક્ટ પૈકીનો એક પ્રોજેક્ટ એટલે બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ડેવલપ કરવાનો પ્રોજેક્ટ છે. શહેરના ત્રણેય ઝોનમાં ટીપી સ્કિમના રમત ગમત હેતુના પ્લોટમાં એક-એક પ્લોટમાં બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ડેવલપ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત આજે શહેરના વોર્ડ નં.10માં ઉપરોક્ત પ્લોટમાં ગ્રાઉન્ડ ડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું પરંતુ આજુબાજુની પાવન પાર્ક રહેણાંક સોસાયટીઓના તમામ રહીશોએ વિરોધ વંટોળ શરૂ કરતા સત્ય સાંઇ માર્ગ ઉપરથી આ પ્રોજેક્ટ પડતો મુકાયો છે.
વિશેષમાં સત્યસાંઇ માર્ગની વિવિધ રહેણાંક સોસાયટીઓ રહીશોએ જણાવ્યું હતું કે જો અહીં બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ડેવલપ થાય તો લઠ્ઠાઓ, નવરાઓ, હોસ્ટેલર્સ, પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા વિદ્યાર્થીઓ, રાત્રે રખડવાના શોખીનો વિગેરે અહીં બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં દરરોજ મોડી રાત્રે સુધી પડ્યા પાથયર્િ રહે તેમજ ક્રિકેટ રમવા આવનારાઓ મુખ્ય માર્ગ ઉપર તેમજ આજુબાજુની સોસાયટીની શેરીઓમાં આડેધડ પોતાના વાહનો પાર્ક કરે તેથી રહીશોને હેરાનગતિ થાય તેવી ભીતિ પણ રહે.આવી સ્થિતિ સર્જાયે આજુબાજુની સોસાયટીમાં માતાઓ,બહેનો, દીકરીઓ અને પરિવારો સાથે રહેતા સદગૃહસ્થોને ભારે તકલીફોનો સામનો કરવો પડે તેવી સ્થિતિ નિમર્ણિ થાય તેમ હોય બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ડેવલપમેન્ટના પ્રોજેક્ટ સામે વિરોધ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આજથી 14 વર્ષ પૂર્વે આ જ પ્રકારે કાલાવડ રોડ ઉપરના કોટેચા ચોકમાં સ્કાય વોક પ્રોજેક્ટ જાહેર કરી કામ શરૂ કરાયું હતું અને ત્યારબાદ લોકોમાંથી પ્રચંડ વિરોધ ઉઠતા અને આ મામલે જનઆંદોલન શરૂ થતાં મહાપાલિકા તંત્રને ઝુકવું પડ્યું હતું અને સ્કાય વોકનો પ્રોજેક્ટ રદ કરવો પડ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PM૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech