લોકસભા ચૂંટણીના પરિણામ માટે મત ગણતરી હાથ ધરવામાં આવે તે પહેલા જ સોમવારે મોડી રાતે પશ્વિમ બંગાળમાં દેશી બોમ્બ બનાવવાના કારખાના માં ભયંકર બોમ્બ વિસ્ફોટ થયો હતો જેમાં ૫ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. ઘાયલોને તાબડતોબ સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
લોકસભા ચૂંટણી ૨૦૨૪ને લઈ આજે મત ગણતરી હાથ ધરાઇ રહી છે. આ તરફ મતગણતરી પહેલા પશ્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગણાના ભાંગરમાં બોમ્બ વિસ્ફોટમાં ૫ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોમાં આઈએસએફ પંચાયતના એક નેતા પણ સામેલ છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે કોસીપોર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ ચાલતા બેરિયામાં સોમવારે રાત્રે બોમ્બ વિસ્ફોટ થયો હતો.
પશ્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગણાના ભાંગરમાં જે જગ્યાએ બ્લાસ્ટ થયો ત્યાં ગેરકાયદે દેશી બોમ્બ બનાવવાનું કામ ચાલતું હતું. આ બ્લાસ્ટમાં પાંચ લોકો ઘાયલ થયા છે. શઆતમાં ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેમની સ્થિતિ વધુ બગડતાં તેમને કોલકાતાની એસએસકેએમ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. કોલકાતા પોલીસ ઘટના સ્થળે તૈનાત કરવામાં આવી છે. આ મામલે હજુ તપાસ ચાલી રહી છે. પોલીસે જણાવ્યું કે આ પહેલા જાદવપુર મતવિસ્તારના ભાંગરમાં ૧ જૂને મતદાન દરમિયાન હિંસા થઈ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech