પોરબંદર અને રાણાવાવમાં ઇસમાઇલી સિવિક ઇન્ડીયા દ્વારા રકતદાનકેમ્પ યોજાયો હતો જેમાં ૧૨૭ બોટલ લોહી એકત્ર થયુ હતું.
બ્લડબેન્કો જે રકતની કમીનો સામનો કરી રહી છે તેને દૂર કરવા ભારતના૭૮માં સ્વાતંત્ર્ય દિવસના અવસર પર ઇસમાઇલી સિવિક ઇન્ડિયા દ્વારા સૌરાષ્ટ્રના ૨૨ સેન્ટરોમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું.આ ૨૨ સેન્ટર અંતર્ગત પોરબંદર તેમજ રાણાવાવ ખાતે યોજાયેલા આ કેમ્પોમાં ૧૨૭ રકતદાતાઓએ ભાગ લીધો હતો.
આ બંને સ્થળોએ ઇસમાઇલી સિવિક દ્વારા બીજી વખત સામૂહિક રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. કેમ્પની પ્રથમ શ્રેણીનું ડિસેમ્બર ૨૦૨૨માં આયોજન કરવામાં આવ્યુ હતુ એ સમયે પણ આવો જ પ્રતિસાદ સાંપડયો હતો.વિવિધ સ્થળોએ અલગ હોદો ધરાવતા સરકારી અધિકારીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ ઉમદા કાર્યને સમર્થન આપવા અને સહૃદયપૂર્વક રકતદાન કરવા અન્ય સમુદાયો સહિત મોટાભાગના ઇસમાઇલી મુસ્લિમ સમુદાયના રકતદાતાઓ આગળ આવ્યા હતા.ઇસમાઇલી સિવિક ભારતમાં મુંબઇ, હૈદરાબાદ અને ગુજરાતના વિવિધ શહેરોમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરી રહી છે જેમાં દરિયા કિનારાની સફાઇ, રકતદાન ઝુંબેશ, માર્ગ સલામતી અને ટ્રાફિક જાગૃતિ ઝુંબેશ તેમજ રમજાન મહિના દરમિયાન ફૂડ પેકેટ વિતરણનો સમાવેશ થાય છે. વિવિધ સરકારી એજન્સીઓના આમંત્રણ ઉપર ઇસમાઇલી સિવિક ટીમોએ ટોળાનું નિયંત્રણ અને ટ્રાફિક મેનેજમેન્ટ ફરજો બજાવીને વિવિધ તહેવારો સંબંધિત પ્રસંગોમાં પણ ટેકો પૂરો પાડયો છે. કોવિડ -૧૯ મહામારી દરમિયાન તેઓની ટીમોએ સ્વચ્છ જળવિતરણ પહેલ પણ હાથ ધરી હતી.સામાન્ય મુસ્લિમ જગતના બહુમતવાદ પર મનન કરીએ તો ઇસમાઇલીઓ એક સમૃધ્ધ વૈવિધ્ય ધરાવતી ઇસ્લામ સીયા સમુદાયની એક શાખા છે જે અલગ અલગ દેશ-ભૌગોલિક અને ભાષાકીય પ્રણાલિકાઓમાં વસવાટ કરે છે. મુહમ્મદ પયગંબર (તેઓ અને તેઓના પરિવાર પર શાંતિ હોજો)ના વંશજ એવા જીવંત વરાસાગત જમાનાના ઇમામમાં માન્યતા ધરાવે છે.આજે ફકત ઇસમાઇલીઓ એવા શિયા મુસ્લિમ છે જે જીવંત, વારસાગત ઇમામ દ્વારા દોરવણી મેળવે છે. ઇમામ પ્રત્યેની આધ્યાત્મિક નિષ્ઠા અને જમાનાના ઇમામની દોરવણી મુજબ ઇસ્લામના શિયા ઇમામી ઇસમાઇલી અર્થઘટનના પાલન થકી ઇસમાઇલી સમાજમા સ્વ-નિર્ભરતા, એકતા અને એક સર્વ સામાન્ય ઓળખ જેવી નીતિમત્તાના બીજ રોપ્યા છે.ઇસ્લામની નીતિમત્તાને જાળવી રાખીને તેઓ જે પણ દેશમાં વસવાટ કરે છે ત્યાં ઇસમાઇલીઓ સિવિલ સોસાયટીમાં સક્રિય છે. વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરી રહ્યા છે અને તેઓ કોમ અને તેઓ જેઓની સાથે વસવાટ કરે છે તેવા સમાજોની બહેતરીન પોતાનો સમય, જ્ઞાન અને ભૌતિક સંસાધનોનું યોગદાન આપી રહ્યા છે.આ મહારકતદાન કેમ્પમાં જે લોકોએ રકતદાન કરેલ તેમ આ રકતદાન કેમ્પને સફળ બનાવવાના પ્રયત્નો કરેલ તે તમામનો આભાર વ્યકત કરીએ છીએ. સાથે સાથે ભાવસિંહજી હોસ્પિટલ બ્લડ બેન્ક દ્વારા ઉત્તમ કાર્યની પ્રશંસા વ્યકત કરીએ છીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech