મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલએ રાજકોટને દશેરાની ભેટ આપી છે.રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરમાં હાથ ધરવામાં આવનારા રૂ.215.25 કરોડના કુલ 42 જેટલા વિકાસકામોનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત ગાંધીનગર ખાતેથી સોમવારે કરવામાં આવશે. આ તકે રાજકોટ મહાપાલિકાના પદાધિકારીઓ અને કમિશનર પણ તા.14ને સોમવારે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા જશે.
ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે તા.14 ઓક્ટોબરને સોમવારે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે ગુજરાત સરકારના વિવિધ વિભાગોના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમૂહૂર્ત કાર્યક્રમ યોજાનાર છે, ગાંધીનગર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના રૂ.215.25 કરોડના કુલ-42 વિકાસ પ્રકલ્પ્ના લોકાર્પણ-ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે કરશે. આ કાર્યક્રમમાં હાજરી આપવા રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઇ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ તથા શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા ઉપસ્થિત રહેશે.
ભારતના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 23 વર્ષ પૂર્વે 7 ઓક્ટોબર, 2001ના રોજ પ્રથમવાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારથી લઇને અત્યાર સુધીના સફળ અને સક્ષમ નેતૃત્વ હેઠળ ગુજરાત રીન્યુએબલ ઉર્જાના પયર્યિ તરીકે સ્થાપિત, ઉર્જાશક્તિ-જળશક્તિ-જ્ઞાનશક્તિ-જનશક્તિ અને રક્ષાશક્તિના પંચામૃત ગુજરાત, સૌથી ઊંચા સ્ટેચ્યુ અને સૌથી મોટા સ્ટેડિયમથી ગૌરવાન્વિત ગુજરાત, 24 કલાક વિજળીની સંકલ્પ્નાથી સાકાર ગુજરાત, ગરબા-ધોરડો અને સ્મૃતિવનથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિથી સુશોભિત ગુજરાત, ગીફ્ટ-ડાયમંડ બુર્સ અને ઢોલેરો છે ગુજરાતના વિકાસના નિમિત, દેશના ગ્રોથ એન્જીન તરીકે પ્રસ્થાપિત ગુજરાત અને પ્રો-પીપલ ગવર્નન્સ, પોલિસી ડ્રીવન સ્ટેક તરીકે સ્થાપિત ગુજરાત વગેરે જેવા પયર્યિથી ગુજરાત વિકસિત ભારતના નિમર્ણિ માટે સમર્પિત થયેલ છે ત્યારે આ 23 વર્ષની વિકાસ ગાથાને વિકાસ સપ્તાહ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે.
આ વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત થીમેટીક દિવસો, વિકાસ પદયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિકાસ પ્રદર્શન, સોશ્યલ-ડીઝીટલ મીડિયા ઝુંબેશ, સફળતાની વાતર્ઓિ, યુવા વર્ગની સહભાગિતા, કલા સ્થાપત્ય, વિકાસ રથ, ગુજરાત વિકાસ ઈનોવેશન એકસ્પો, ગુજરાતના મહત્વના સ્થળોનું સુશોભન, ભીંત ચિત્રો, શાળાઓમાં પ્રવચનો અને ક્વિઝનું આયોજન વગેરે કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આગામી તા.14-10-2024ને સોમવારના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્ય સરકારના વિવિધ વિભાગો જેવા કે, પાણી પુરવઠા વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, નર્મદા જળ સંપતિ તથા ગૃહ વિભાગના એક સાથે અનેકવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત માટે કાર્યક્રમ યોજાનાર છે, જે અંતર્ગત ગાંધીનગર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના કુલ રૂ.215.25 કરોડના કુલ 42 વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે.
રાજકોટના આ 42 કામોનું થશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
ક્રમ કામની વિગત રકમ રૂ.(કરોડમાં) લોકાર્પણ/ખાતમુહૂર્ત
1 ઇલેક્ટ્રિક બસ ચાર્જીંગ સ્ટેશન, રૈયા સ્માર્ટ સિટી 7.92 લોકાર્પણ
2 બાંધકામ વિભાગના કુલ-25 કામો 101.89 ખાતમુહૂર્ત
3 ડ્રેનેજ વિભાગના કુલ-5 કામો 52.23 ખાતમુહૂર્ત
4 વોટર વર્કસ વિભાગના કુલ-11 કામો 53.21 ખાતમુહૂર્ત
કુલ રૂ. 215.25
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech