રાજકોટમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ભરત કુંગશીયા આણી ટોળકી વિદ્ધ જુદા જુદા બે પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાની કોશિષના ગુનામાં કુખ્યાત ભરત કુંગશીયા સહિત ત્રણ શખ્સને અદાલતે આજીવન કેદની સજા અને પ્રત્યેકને ર.પ લાખનો દડં ફટકાર્યેા છે. જયારે એક આરોપી શંકાનો લાભ અને ત્રણને નિર્દેાષ મુકત કરતો હત્પકમ કર્યેા છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમા રહેતા ફરીયાદી પ્રવિણભાઇ લુણાગરીયા તા. ૧૧–૧૧–૨૦૧૩ ના રોજ સવારના સાડા આઠેક વાગ્યાના અરસામા પોતાનુ બાઇક લઇને વાડીએ જઇ રહયા હતા ત્યારે સાધુ વાસવાણી કુંજ રોડ ઉપર પહોંચતા કુખ્યાત ભરત રઘુભાઇ કુંગશીયા, ગંભીર નાગદાનભાઇ ડાંગર અને રામ દેવશીભાઇ પીઠીયા સહીતના સાત શખ્સોએ સ્ર્કેાપીયો કારમા હથીયાર સાથે ધસી આવ્યા હતા અને પ્રવીણભાઇ લુણાગરીયાના બાઇકને ઠોકરે ચડાવી પછાડી દઈ જીવલેણ હત્પમલો કર્યેા હતો. જે અંગે ઇજાગ્રસ્ત પ્રવીણભાઇ લુણાગરીયાએ હત્પમલાખોર શખ્સો વિધ્ધ ગાંધીગ્રામ પોલીસ મથકમા હત્યાની કોશિષનો ગુનો નોંધાવ્યો હતો. જે ગુનામા પોલીસે કુખ્યાત ભરત કુંગશીયા, ગંભીર ડાંગર અને રામ પીઠીયાની ધરપકડ કરી હતી. જયારે અન્ય આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે.
જે ગુનામાં ચાર્જશીટ બાદ ત્રણેય આરોપીઓ સામેનો કેસ અદાલતમા ચાલવા પર આવતા બંને પક્ષની રજુઆત બાદ સરકારી વકીલ અને મુળ ફરીયાદીના વકીલ દ્રારા કરવામા આવેલી દલીલો અને રજુ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઇ સેશન્સ જજ વી. કે. ભટ્ટે કુખ્યાત ભરત કુંગશીયા અને ગંભીર ડાંગરને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને પ્રત્યેકને . ર.પ૦ લાખનો દડં ફટકારતો હત્પકમ કર્યેા છે. જયારે રામ પીઠીયાને શંકાનો લાભ આપી મુકત કર્યેા છે. જયારે નાસ્તા ફરતા ત્રણ આરોપીઓ પકડાય ગયા બાદ તેની સામેનો કેસ નવે સરથી ચલાવવા પાત્ર રહે છે તેવો હત્પકમ કર્યેા છે.
યારે બીજા બનાવમાં પોપટ પરા વિસ્તારમાં રહેતા કલ્પેશભાઈ વિરજીભાઈ કાકડીયા મોરબી રોડ ઉપર આવેલ માધાપર ચોકડી પાસે બેઠા હતા ત્યારે જમીન મુદ્દે ચાલતી અદાવતનો ખાસ રાખી ભરત રઘુભાઈ કુંગશીયા, તેનો ભાઈ ભાવેશ રઘુભાઈ કુંગશીયા, જગદીશ દેવાયતભાઈ કુંગશીયા, મહાવીર ઉર્ફે લાલો ચંદુભાઈ જાડેજા, જયંતિ વાઘજી જીંજુવાડીયા અને ધર્મેશ બકુલભાઈ જીંજુવાડીયાએ જીવલેણ હત્પમલો કર્યેા હતો હત્પમલામાં ઘવાયેલા કલ્પેશભાઈ કાકડિયાએ હત્પમલાખોર વિદ્ધ પ્ર.નગર પોલીસ મથકમાં હત્યાની કોશિશનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.
આ ગુનાના ચાર્જશીટ બાદ કેસ ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની રજુઆત બાદ સરકારી વકીલ અને મુળ ફરીયાદીના વકીલ દ્રારા કરવામા આવેલી દલીલો અને રજુ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઇ સેસન્સ જજ વી. કે. ભટ્ટે હત્યાની કોશિષના ગુનામાં સંડોવાયેલા કુખ્યાત ભરત કુંગશીયા, તેના ભાઈ ભાવેશ કુંગશીયાને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને પ્રત્યેકને . ર.પ૦ લાખનો દડં ફટકારતો હત્પકમ કર્યેા છે. જયારે જગદીશ દેવાયતભાઈ કુંગશીયા, મહાવીર ઉર્ફે લાલો ચંદુભાઈ જાડેજા, જયંતિ વાઘજી જીંજુવાડીયા અને ધર્મેશ બકુલભાઈ જીંજુવાડીયાને નિર્દેાષ મુકત કરતો હત્પકમ કર્યેા છે.
ઉપરોકત બંને કેસમા ફરીયાદી વતી એડવોકેટ અર્જુનભાઇ પટેલ અને મુકેશભાઇ કેસરીયા તેમજ સરકાર પક્ષે જીલ્લ ા સરકારી વકીલ સંજયભાઇ કે. વોરા અને પરાગભાઇ એન. શાહ રોકાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech