સોની બજારમાં બંગાળી કારીગરો સોનું લઈ રફુચક્કર થઈ જવાનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ત્યારે વધુ એક બંગાળી કારીગર વેપારીનું સોનું લઈ ફરાર થઈ ગયો છે. જો કે બીજી તરફ બંગાળી કારીગરોને કામે રાખતા પૂર્વે તેમના આઈડી પ્રુફ સહિતની બાબતોની સાવચેતી રાખવા વખતો વખત સમજણ આપવામાં આવી હોવા છતાં કેટલાક વેપારીઓ લાપરવાહી દાખવતા છેતરપિંડીનો ભોગ બને છે. ત્યારે આ કિસ્સામાં પણ વેપારીએ કારીગર પાસેથી આઈડી પ્રૂફ લીધું ન હોય કારીગર ૧૨ દિવસમાં જ કારીગીરી કરી ૧.૨૦ લાખ થઈ ગયો હતો.
છેતરપિંડીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના ખુદીરામ બોઝ ટાઉનશીપ બિલ્ડીંગમાં રહેતા મૂળ નેપાળના વતની મહેશભાઈ વીરેનભાઈ તામ્રકર (ઉ.વ ૫૫) નામના વેપારીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બંગાળી કારીગર શાંતુનું નામ આપ્યું છે. સોની વેપારીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને સોની બજારમાં બોઘાણી શેરીમાં યોગી ચેમ્બરમાં ભાડેથી દુકાન નંબર ૨૨૮ તથા ૨૨૯ આવેલી છે. જેમાં તેઓ પી.એ. ઓર્નામેન્ટના નામથી તે તથા તેમના ભત્રીજા અહીં દુકાનમાં સોનાનું ઘાટ કામ કરે છે. અહીં બે બંગાળી કારીગર સોની કામ કરે છે બીજી દુકાન બાજુમાં જ આવેલી હોય જેમાં બંગાળી કારીગર મહંમદ કમદ્દીન અન્સારી કામ કરે છે.
બારેક દિવસ પૂર્વે દુકાને એક બંગાળી શખ્સ આવ્યો હતો અને કહ્યું હતું કે, તમારે કારીગરની જર હોય તો મારે કામ પર રહેવું છે જેથી વેપારીએ કહ્યું હતું કે, ડાયમડં સેટિંગ માટે કારીગરની જર છે પહેલા એક બે દિવસ હત્પં તાં કામ ચેક કરીશ પછી તને કામ પર રાખીશ.તેમ કહ્યું હતું તેમજ તેની પાસે આધાર કાર્ડ અને આઈડી પ્રૂફ માંગતા તેણે કહ્યું હતું કે, માં આધાર કાર્ડ અને આઈડી પ્રૂફ નથી હત્પં પછી તમને આપી દઈશ. ત્યારબાદ શાંતુ બે ત્રણ દિવસ કામ પર આવ્યા બાદ વેપારીને તેનું કામ પસદં પડું હતું જેથી તેને કામ રાખ્યો હતો.
દરમિયાન તારીખ ૧૭૧૨૦૨૪ ના સાંજના સાતેક વાગ્યાના અરસામાં વેપારીએ તેને નાની મોટી સોનની બુટી કિ. ૨.૧૮ લાખ ઘાટકામ માટે આપી હતી. બાજુની દુકાનમાં સીસીટીવી હોય જે વેપારી ચેક કરતા રહેતા હતા.પરંતુ તેઓ કામમાં વ્યસ્ત હોય તેમનું ધ્યાન સ્ક્રીન પર ન હોય દરમ્યાન તેઓનું કામ પૂં થતાં તે શાંતુ પાસે કામ ચેક કરવા માટે બાજુની દુકાનમાં જતા તે અહીં હાજર ન હતો તેને ફોન કરતા ફોન પણ ઉપાડતો ન હતો. ત્યારબાદ માલુમ પડું હતું કે, અન્ય કારીગર મહંમદ કમદ્દીન નાસ્તો કરવા માટે જતા પાછળથી શાંતુ અહીંથી નાસી ગયો હતો. બાદમાં સામાન ચેક કરતા તેને આપેલ ૪૫.૪૭૦ ગ્રામ સોનામાંથી ૨૫ ગ્રામ જેટલી સોનાની બુટી કિંમત પિયા ૧.૨૦ લાખ લઈને તે નાસી ગયો હતો. જેથી વેપારીએ આ ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા ડીડીઓની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક
May 19, 2025 11:28 AMજામનગર જિલ્લાની સરકારી શાળાઓનું જ્ઞાન સાધના શિષ્યવૃતિ પરીક્ષાનું કંગાળ પરીણામ
May 19, 2025 11:25 AMજામનગર જિલ્લાના ૧૪ ડેમના દરવાજાની ઓઇલીંગ અને ગ્રીસીંગ કરાશે: ડેમ સાઇટની નીચે સફાઇ
May 19, 2025 11:22 AMજામનગરમાં લાલ પરિવારના ટ્રસ્ટો દ્વારા રક્તદાન યજ્ઞમાં રપર નાગિરકોનું રક્તદાન
May 19, 2025 11:18 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech