પોરબંદરના બરડા ડુંગરના બુટલેગરને પાસા તળે સુરતની જેલમાં ધકેલી દેવાયો છે.
જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજા દ્વારા પોરબંદર જીલ્લામાંથી ગેરકાયદેસર દારૂના જથ્થામાં પકડાયેલ ઇસમો વિધ્ધમાં પાસા હેઠળના અટકાયતી પગલા લેવા સુચના કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ પોરબંદર ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં દાના ગુન્હામાં સંડોવાયેલ આરોપી બરડા ડુંગરના ધ્રામણીનેશમાં રહેતો ગોગન વિસાભાઇ મોરી(ઉ.વ.૪૦) વિધ્ધમાં પોલીસ અધિક્ષકની સુચના મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.એલ.આહિરે પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ કે.ડી.લાખાણી દ્વારા આ સામાવાળાને પાસા હેઠળ સુરત જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઈ. આર.કે.કાંબરીયાએ સામાવાળાને પાસા વોરંટની બજવણી કરી સુરત જેલ ખાતે મોકલી આપેલ છે.આ કામગીરીમાં પોરબંદર એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઈ. આર.કે.કાંબરીયા તથા વુમન એ.એસ.આઈ. પલબેન લખધીર તથા હેડ કોન્સ્ટેબલ વિપુલભાઇ ઝાલા, હિમાંશુભાઇ મક્કા, તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા તથા રાણાવાવ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એસ.આર.ઓડેદરા,હેડ કોન્સ્ટેબલ રણજીતભાઇ ડાંગર, ભીમાભાઇ દાસા તથા બગવદર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ અનોપસિંહ ભટ્ટી તથા પોલીસ હેડ ક્વાર્ટરના આઉટસોર્સ ડ્રાઇવર હાર્દિકભાઇ કોરીયા રોકાયેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech