નગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરા જયની ચૂંટણીના પરિણામો અંગે પત્રકારો સાથે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શકિતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, નગરપાલિકાની ૨૦૧૮માં યોજાઈ હતી ત્યારે કોંગ્રેસ પક્ષના ૭૮ ધારાસભ્યો અને સાથી પક્ષના ૩ એમ મળીને ૮૧ ધારાસભ્યો હોવા છતાં જેના આજે પરિણામ જોઈ રહ્યા છીએ એ જ નગરપાલિકાઓમાં ૨૦૧૮માં કોંગ્રેસ પક્ષની સ્થિતિ ખૂબ ખરાબ હતી. શહેરી વિસ્તારોમાં સંગઠનને મજબુત બનાવવા માટે છેલ્લા કેટલાક મહિનાઓ પહેલાં જ પક્ષના સિનિયર આગેવાનોને પ્રભારી તરીકેની જવાબદારી સોંપીને નગરોમાં અમે સંગઠન ઊભું કયુ હતું અને પરિણામે ખૂબ મોટાપાયા પર કોંગ્રેસ પક્ષ દ્રારા આ ચૂંટણીઓ પંજાના નિશાન પર લડવામાં આવી. જૂનાગઢ મનપામાં છેલ્લ ી ચૂંટણીમાં કોંગ્રેસના માત્ર એક કોર્પેારેટર ચૂંટાયા હતા, આ વખતે જૂનાગઢમાં ૧૧ કોર્પેારેટર ચૂંટાયા છે. એ પરિપ્રેય માં કોંગ્રેસ માટે નિરાશાજનક પરિણામો નથી. જાફરાબાદ, લાઠી, રાજુલા સહિતની અનેક જગ્યાઓ પર કોંગ્રેસ માટે નિરાશાજનક છે, નગરપાલિકાઓ સ્થાનીક નેતાઓના આધારે લડવામાં આવતી હોય છે, અંબરીશ ડેર, જવાહર ચાવડા, હર્ષદ રીબડીયા સહિતના નેતાઓ જવાના કારણે જે તે નગરપાલિકાઓમાં નુકસાન થયું. કેટલીક જગ્યાઓ પર કોંગ્રેસે નહીં લડી અપક્ષ સાથે ગયા હતા. સલાયા નગરપાલિકામાં ભાજપ દ્રારા ધાકધમકી, લોભ લાલચ સહિતના હથકંડાઓ અપનાવ્યા હતા.તેમાં છતાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારશ્રીઓનો વિજય થયો અને ભાજપના ૧૨ માંથી એક પણ ઉમેદવાર જીતી શક નથી.સલાયા નગરપાલિકાના કોંગ્રેસ ઉમેદવારશ્રીઓ અડગ અને મક્કમ રહીને ભાજપના હથકંડાઓ સામે લડી જીત મેળવી છે કોંગ્રેસ પક્ષ સલાયાના નાગરિકોનો વિશેષ આભાર વ્યકત કરે છે અને કોંગ્રેસના કાર્યકર આગેવાનશ્રીઓના અથાક મેહનતે મેળવેલ સલાયા નગરપાલિકા બદલ શુભકામનાઓ પાઠવે છે.આંકલાવમાં કોંગ્રેસ સમર્થિત પેનલનો વિજય થયો છે, કોંગ્રેસ માટે પરિણામો નિરાશાજનક નથી, પરંતુ ચિંતાજનક જર છે, નગરપાલિકા વિસ્તારમાં કોંગ્રેસ વધુ મહેનત કરવાની જર છે.
લોકશાહીમાં જે માન્ય નથી એવા અનેક પ્રકારના કાવતરા છતાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારો વેચાયા નહીં કે ડર્યા નહીં અને મક્કમતાથી લડા એ અભિનંદનને પાત્ર છે. કેટલીક જૂજ જગ્યાઓ પર ભાજપના દબાણો, ગુંડાગર્દી, તંત્રનો દુઉપયોગ અને મોટી લાલચોના કારણે ફોર્મ પાછા ખેંચાયા હતા. અનેક જગ્યાઓ પર ભાજપ દ્રારા કોંગ્રેસના ઉમેદવારોને ખરીદવાના, ડરાવવાના વિડીયો સામે આવ્યા હતા, જે આપણે સહત્પએ જોયા છે.
પાર્ટીના ઉમેદવારોના ફોર્મ ભાજપે આપ્યા હતા, સમાન્ય સંજોગોમાં આમને સામને જોવા મળતા –ભાજપ સાથે હતા, ઉમેદવારોના ક ફોર્મ રજૂ થયા ના હતા, પણ ભાજપે માન્ય રખાવ્યા, કોંગ્રેસની રહી ગયેલી ખામીઓ માટે પ્રદેશ પ્રમુખ તરીકે મારી જવાબદારી સ્વીકાં છું, કોગ્રેસ કાર્યકરોએ બુથ પેજ સુધી જવાની મહેનત કરવાની છે, કોગ્રેસના કાર્યકર્તા અનેક મોરચે લડા છે, ૨૦૨૭ માટેની તૈયારીઓ સાથે આગામી વર્ષે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે અત્યારથી તૈયારી કરીશું,
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech