બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાએ તાજેતરમાં ન્યૂયોર્કમાં પ્રતિષ્ઠિત ટાઈમ્સ 100 ગાલા ઈવેન્ટમાં હાજરી આપી હતી. તેણે તેની ઘણી તસવીરો તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં તે હોલીવુડ સ્ટાર્સ અને સિંગર્સ સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે. આયુષ્માનની આ પોસ્ટ પર ફેન્સ અને બોલિવૂડ સેલેબ્સ પણ કોમેન્ટ કરીને તેને અભિનંદન આપી રહ્યા છે.
આયુષ્માન ખુરાના બોલિવૂડના સફળ કલાકારોમાંથી એક છે. ગયા ગુરુવારે તેણે ન્યૂયોર્કમાં પ્રતિષ્ઠિત ટાઇમ્સ 100 ગાલા ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ દરમિયાન આયુષ્માન દુઆ લિપા, દેવ પટેલ, ઉમા થરમન અને કાઈલી મિનોગ સહિત ઘણી સેલિબ્રિટીઓને મળ્યા હતા. જેના ફોટા તેણે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ શેર કર્યા.
તમને જણાવી દઈએ કે ટાઈમ મેગેઝીન દ્વારા આયુષ્માનને બે વખત સન્માનિત કરવામાં આવ્યા છે. 2023માં તેમને ટાઈમ 100 ઈમ્પેક્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કાર માટે પસંદગી પામેલા તેઓ એકમાત્ર ભારતીય હતા અને 2020માં તેમને વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોમાંના એક તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
આયુષ્માને તસવીર કરી શેર
આયુષ્માન ખુરાનાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો અને એક વીડિયો શેર કર્યો છે. આ ફોટોઝમાં તે પોપ સિંગર દુઆ લિપા, એક્ટર દેવ પટેલ, હોલીવુડ એક્ટ્રેસ ઉમા થરમન અને પોપ સ્ટાર કાઈલી મિનોગ સાથે પોઝ આપતો જોવા મળે છે. વીડિયોમાં તે દુઆ સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબ-હરિયાણા હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વકીલો પાસે પરિસર ખાલી કરાવાયું
May 22, 2025 02:53 PM૨૫૦ રાજીનામા મંજુર કરો ને ભરતી શરૂ કરો:મનપા સામે સફાઇ કામદારોના યુનિયન મેદાને
May 22, 2025 02:49 PMરૈયામાં સમાધાન માટે બોલાવી યુવક પર ધોકા વડે હુમલો: મિત્રોને પણ મારમાર્યો
May 22, 2025 02:45 PMED બધી હદો પાર કરી મર્યાદા ઓળંગી રહી છેઃ સુપ્રીમ કોર્ટની ઈડીને ફટકાર
May 22, 2025 02:45 PMરોકાણકારોને અમેરીકાએ ટેન્શન આપ્યું: સેન્સેક્સ 1005, નિફ્ટી 304 પોઈન્ટ ડાઉન,
May 22, 2025 02:39 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech