રાજકોટ મહાપાલિકાની ચૂંટણી આડે હવે ફક્ત અંદાજે છ મહિના જેવો સમય બાકી રહ્યો છે ત્યારે રાજકોટ સફાઇ કામદાર સંગઠન મેદાને ઉતર્યું છે અને સફાઇ કામદારોના વારસદારોના સ્વૈચ્છીક રાજીનામાની આશરે ૨૫૦થી વધારે ફાઇલો પેન્ડીંગ હોય તેનો તાત્કાલિક ધોરણે નિકાલ લઇ આવવા તેમજ ૨૦ વર્ષ પછી સફાઇ કામદારોની ભરતીની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયેલ હોય તો તાત્કાલિક ધોરણે તેનો ડ્રો કરવા બાબત રજુઆત કરી છે.
વિશેષમાં રાજકોટ સફાઇ કામદાર સંગઠનના દ્વારા અધિકારીઓ અને પદાધિકારીઓને કરાયેલી રજુઆતમાં જણાવ્યું છે કે, રાજકોટ મહાપાલિકામાં કામ કરતા સફાઇ કામદારોના વારસદારોને રહેમ રાહે નોકરી આપવા બાબતે અવારનવાર અમારા ધર્મગુરૂ ચિમનાજીબાપુ તેમજ રાજકોટ વાલ્મીકી સમાજના આગેવાનો દ્વારા તેમજ યુનિયનો દ્વારા લેખિત તેમજ મૌખિક રજુઆતો કરવામાં આવી હતી પરંતુ આજ દિવસ સુધી કોઇ અમલીકરણ કરવામાં આવ્યું નથી. જો આગામી ત્રણ-ચાર દિવસની અંદર આ પ્રશ્નનો ઉકેલ ન આવે તો અમારા સમાજ તેમજ યુનિયનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન તેમજ ધરણા કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech