રૈયા ગામમાં રહેતા યુવાનને અગાઉ થયેલી માથાકુટ સબબ સમધાન માટે અહીં રૈયા ગામ પાસે મેદાનમાં બોલાવ્યો હતો.બાદમાં પાંચ શખસોએ યુવાનને ધોકા વડે મારમારી તેના મિત્રોને ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે અંગે યુવાનના કાકા દ્વારા ફરિયાદ નોંધવવામાં આવતા યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
રૈયામાં શેરી નં.૧ માં રહેતા ભંગારના ધંધાર્થી ફરીદભાઇ ઓસમાણભાઇ નોયડા(ઉ.વ ૪૧) દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,
તેઓ ગુજરાત પસ્તી ભંડાર નામે દુકાન ચલાવુ છુ અને ત્યા ભંગાર લે વેચનુ કામ કરૂ છુ.ગઇ તા.21ના રોજ હું મારા ભંગારના ડેલો નાણાવટી ચોક ધરમનગર મેઈન રોડ ખાતે હતો ત્યારે મારા ભત્રીજા અમન સલીમભાઈ નોયડાનો મને ફોન આવેલો અને મને જણાવેલ કે,હુ અત્યારે જે.કે.પાર્ક રૈયાગામ પાછળ મેદાનમા છું મને અહી રીયાન તથા કામીલે ફોન કરીને મારે અગાઊ ઝગડો થયેલો હોય જે બાબતે સમાધાન કરવા માટે બોલાવેલો હતો અને ત્યા હુ જતા આ રીયાન અને કામીલ સહિતનાઓએ મને માર મારેલો છે અને હુ ઘરે આવુ છુ.જેથી તેવી વાત કરી હતી.
બાદમાં ફરિયાદીએ ઘરે પહોંચી ભત્રીજાને પુછતા તેણે જણાવ્યું હતું કે,મારે રીયાન તથા કામીલ સાથે અગાઉ ઝગડો થયેલો હોય,જેનુ સમાધાન કરવા માટે મને રીયાને જે.કે.પાર્ક રૈયાગામ પાછળ આવેલા મેદાનમા બોલાવેલો હતો અને ત્યા હું તથા મારા મીત્રો અરમાન અને રેહાન પહોચતા, રીયાન તથા કામીલે મને ગાળો આપવા લાગતા મેં ગાળો બોલવાની ના પાડતા રીયાને તેની પાસે રહેલો ધોકાનો એક ઘા ખંભા પાસે મારેલો હતો અને બાદમા રીયાન તથા કામીલ બંનેએ મને શરીરે ઢીકા પાટુનો માર મારવા લાગેતા મને અરમાન તથા રેહાન છોડાવવા વચ્ચે પડતા તેઓને પણ ઢીકાપાટુનો માર મારેલો હતો.
આમ થોડીવારમા પાછળથી બીજા અન્ય ત્રણેક માણસો રીક્ષા તથા બાઇક લઈને ત્યા આવી જતા તેઓ પણ મારી સાથે બોલાચાલી, ઝગડો કરવા લાગેલા હતા અને તેમાથી એક માણસ પાસે તલવાર હતી.બાદમા હુ રાડા રાડી કરવા લાગતા આ લોકો ત્યાથી જતા હતા ત્યારે કામીલ તથા રીયાને મને કહેલ કે જો આ ઝગડાની વાત કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશુ, બાદમા હુ ઘરે આવી ગયેલો હતો.જેથી આ અંગે ફરિયાદ નોંધવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech