હાદસો કા શહેર મનાતા ગોંડલમાં નીત નવા હાદસા બનતા જ રહેતા હોય છે ત્યારે નગરપાલિકા પ્રમુખ પર કર્મચારી દંપતિએ હુમલાની કોશિશ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પાલિકા વર્તુળમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનિયારાએ શહેર પોલીસમાં સેનિટેશન શાખાના પૂર્વ કર્મચારી હિરેન ચોટલીયા અને શાખાના સુપરવાઇઝર મિતલબેન હિરેનભાઈ ચોટલીયા વિરૂદ્ધ હુમલાની કોશિશ અને જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૫૦૪ ૫૦૬(૨)૧૧૪ મુજબ ગુનો નોંધ તપાસ હાથ ધરી હતી.
પાલિકા પ્રમુખ મનીષભાઈએ પોલીસને જણાવ્યું હતું કે હિરેન ચોટલીયા સેનીટેશન શાખાઓમાં અગાઉ નોકરી કરતા હતા અને ડેટા લીક કરી પાલીકાનું ગુપ્ત સાહિત્યની ચોરી કરી જાહેર કરતા હોય તે ધ્યાને આવતા તેમને ફરજ પરથી છુટા કરી દીધા હતા પરંતુ તેમ છતાં પણ તે વારંવાર નગરપાલિકાએ આવી ડેટા ચોરી કરવાનો પ્રયત્ન કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું. દરમિયાન શાખામાં નોકરી કરતા તેમના પત્ની મિતલબેન ની ઓફિસમાં હિરેનભાઇ લેપટોપ લઈ આવ્યા હોય ડેટા ચોરીનો પ્રયત્ન કરતા હોવાનું ધ્યાને આવતા તેઓને નગરપાલિકા ઓફિસમાં આવવાની ના પાડતા દંપતિ ઉશ્કેરાયું હતું અને મારવાની કોશિશ કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી હતી આપી હતી.
નગર પાલીકા પ્રમુખ મનીષભાઈ ચનિયારા પર હુમલાની કોશિશનાં પગલે પાલીકા સદસ્યો નગરપાલિકા કચેરીએ દોડી ગયા હતા.બાદમાં સદસ્યો પ્રમુખ સાથે પોલીસ સ્ટેશને ફરિયાદ માટે પંહોચ્યા હતા.
છેલ્લા કેટલાક સમયથી કેટલાક કર્મચારીઓ દ્વારા પદાધિકારીઓ સાથે ઉદ્ધતાઇ ભર્યુ વર્તન કરાઇ રહ્યાનો ગણગણાટ સદસ્યોમાં જોવા મળ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech