શુક્રવારે બાઈક રેલી યોજીને આવેદનપત્ર અપાશે -
બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર અને હિંદુ મંદિરો પર કરવામાં આવતા હુમલાઓ અને તાજેતરમાં કરવામાં આવેલી હિંદુઓની નિર્મમ હત્યાનો વિરોધ સમગ્ર દેશમાં કરવામાં આવી રહ્યો છે. ત્યારે સરેઆમ કરવામાં આવતા માનવ અધિકારના ઉલ્લંઘન સામે વિશ્વભરમાં વિરોધ ઉઠી રહ્યો છે. જેને અનુલક્ષીને ખંભાળિયામાં પણ આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. ખંભાળિયાના હિન્દુ અસ્મિતા મંચ દ્વારા આ ગંભીર મુદ્દે રેલી યોજી, જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આને અનુલક્ષીને ખંભાળિયાના હિંદુ અસ્મિતા મંચ દ્વારા આગામી શુક્રવાર તા. 6 ના રોજ બપોરે સાડા ત્રણ વાગ્યે અહીંના જોધપુર ગેઈટથી એક વિશાળ બાઈક રેલી સ્વરૂપે અહીંના જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરને આ મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવશે. આ આયોજનમાં દરેક જ્ઞાતિજનો, મિત્ર મંડળ, હિન્દુ ભાઈ-બહેનો અને સંસ્થાઓના કાર્યકરોને વિશાળ સંખ્યામાં જોડાવા માટે હિન્દુ અસ્મિતા મંચ દ્વારા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા મુખ્યમંત્રી
February 25, 2025 11:50 AMકોડીનારના અરીઠિયા ગામે ગેરકાયદે ખનન રૂા.૫૫.૪૭ કરોડ દડં વસુલવા કાર્યવાહી
February 25, 2025 11:48 AMદિલ્હી વિધાનસભામાં કેગનો રિપોર્ટ આપ શાસનના ભ્રષ્ટાચારનો પર્દાફાશ
February 25, 2025 11:41 AMજામનગર : ગુજરાત સરકારના આદેશોનુસાર 4 કેદીઓને જેલમુક્ત કરાયા
February 25, 2025 11:41 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech