પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજે નવો વળાંક જોવા મળ્યો છે. રાજ્યની સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા અને મુખ્યમંત્રી મમતા બેનર્જી મુખ્ય વિપક્ષી ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ભાજપના રાજ્યસભા સાંસદ અનંત રાય મહારાજે તેમના નિવાસસ્થાને સીએમ મમતાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મમતા બેનર્જી અને બીજેપી સાંસદની મુલાકાતને લઈને વધુ માહિતી નથી પરંતુ આને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા વધી રહી છે.
અનંત રાય મહારાજ ઉત્તર બંગાળના રાજકારણનો એક મોટો ચહેરો છે જ્યાં છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપે ઝડપથી પોતાનો પગ જમાવ્યો છે. અનંત ગ્રેટર કૂચ બિહાર પીપલ્સ એસોસિએશન (GCPA) ના પ્રમુખ છે. જે ઉત્તર બંગાળમાં કૂચ બિહારને અલગ ગ્રેટર કૂચ બિહાર રાજ્ય તરીકે બનાવવાની માંગ કરતી સંસ્થા છે. પોતાને ગ્રેટર કૂચ બિહારના મહારાજા ગણાવતા અનંતને એક વર્ષ પહેલા જ ભાજપે પશ્ચિમ બંગાળથી રાજ્યસભામાં મોકલ્યો હતો. અનંત પશ્ચિમ બંગાળમાંથી ભાજપની ટિકિટ પર રાજ્યસભા પહોંચનારા પહેલા નેતા પણ છે.
હવે મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમના નિવાસસ્થાને પહોંચ્યા અને તેમને મળ્યા બાદ અટકળો પણ શરૂ થઈ ગઈ છે. એવી દલીલો કરવામાં આવી રહી છે કે ગયા વર્ષે ગૃહમંત્રી અમિત શાહ અનંતના ઘરે પહોંચ્યા હતા અને તેમને મળ્યા હતા અને ત્યાર બાદ ભાજપે તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા. હવે સીએમ મમતા તેમને મળવા તેમના નિવાસસ્થાને પહોંચી ગયા છે હવે આગળ શું થશે? નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની અગાઉની સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી રહેલા નિશીથ પ્રામાણિકને પણ અનંતના નજીકના માનવામાં આવે છે. નિશીથ પ્રામાણિક પણ અનંત જેવા જ રાજવંશી સમુદાયમાંથી આવે છે.
પશ્ચિમ બંગાળમાં અનુસૂચિત જાતિની કુલ વસ્તીના 18 ટકાથી વધુ રાજવંશી સમુદાયનો હિસ્સો છે. રાજવંશી સમુદાય અનુસૂચિત જાતિ વર્ગનો સૌથી મોટો અને પ્રભાવશાળી સમુદાય છે. રાજકીય દૃષ્ટિકોણથી ઉત્તર બંગાળના પાંચ જિલ્લાના 20 વિધાનસભા મતવિસ્તારોમાં રાજવંશી સમુદાયના મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. કૂચ બિહારની સાથે અલીપુરદ્વારનો પણ આ પાંચ જિલ્લાઓમાં સમાવેશ થાય છે જ્યાં ભાજપે 2019ની લોકસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ 2024ની ચૂંટણીમાં પક્ષ કૂચ બિહાર લોકસભા બેઠક હારી ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMપેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? ક્રૂડ ઓઈલના ઘટતા ભાવથી આશા જાગી, ટ્રમ્પની ટેરિફ નીતિની પણ થશે અસર
April 05, 2025 11:33 PMસોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાનનો આપઘાત, સુરતમાં દુઃખદ ઘટના
April 05, 2025 11:30 PMવિદ્યાર્થીઓના નામ પાછળ હવે માતાનું નામ પણ લખી શકાશે, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech