જૂના રાજકોટ વિસ્તારમાં આવેલી બંગડી બજારમં આજે વધુ એક વખત આગ ભભૂકી ઉઠી હતી. પરિમલ હેન્ડીક્રાફટ નામના શોરૂમમાં ત્રીજા માળે આગ લાગતા ફાયરબ્રિગેડ સ્ટાફ, પોલીસ દોડી ગઈ હતી. સાંકળી શેરીના કારણે ફાયરબ્રિગેડને આગ બૂઝાવવામાં મસ્કત થઈ હતી. આગ કાબુમાં લેતી વેળાએ એક ફાયરબ્રિગેડ જવાન ઘવાતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.
બંગળી બજારના મુખ્ય માર્ગ સાથે કનેકટેડ આડા સાંકળા માર્ગ પર આવેલા પરિમલ હેન્ડીક્રાફટ નામના શોરૂમમાં આજે સવારે આગ લાગી હતી. ત્યાંના હિરેનભાઈ નરસાણા નામના વ્યકિતને ત્રીજા માળે ધૂમાળાના ગોટા નીકળતા દેખાતા તેમણે તુરતં જ ફાયરબ્રિગેડ તથા પોલીસને તેમજ પીજીવીસીએલને જાણ કરી હતી. આગના પગલે ફાયરબ્રિગેડ સ્ટાફ ત્રણ ફાયર ફાઈટર સાથે દોડી આવ્યો હતો. સાંકળો માર્ગ હોવાથી ફાયર ફાઈટર અંદર પ્રવેશી નહીં શકતા બહારના માર્ગે ઉભા રાખી પાઈપ લંબાવીને ફટાફટ આગ બૂઝાવવા માટે સ્ટાફ કામે લાગ્યો હતો.
પાણીમારો ચલાવી આગ કાબુમાં લેવાઈ હતી. આગ બુઝાવતી વખતે અકે ફાયર જવાન ઘવાયો હતો. ફાયર સૂત્રોના કહેવા મુજબ શોર્ટ સરકીટના કારણે આગ લાગી હતી. આગ તો કાબુમાં આવી ગઈ હતી પરંતુ અંદર મટિરરિયલના કારણે ધૂમાડાના ગોટા વધુ નીકળતા હતા. જયાં આગ લાગી ત્યાં હેન્ડીક્રાફટની આઈટમો, બાજોઠ અને આવી વસ્તુઓ બનાવાય છે. લાકડા કે આવા અન્ય મટિરિયલને લઈને ધઊમાડા વધુ નીકળ્યા હતા. એ–ડિવિઝન પોલીસ સ્થળ પર અન્ય કોઈ મુશ્કેલી ન ઉદભવે ટોળા એકઠા ન થાય ટ્રાફિક જામ ન થાય તે માટે માર્ગ પર ખડેપગે રહી હતી. ગત સાહે જ બંગડીબજારમાં આગ લાગી હતી ત્યાં ફરી વખત આજે આગ લાગતા વેપારીઓ, ધંધાર્થીઓમાં પણ દોડધામ થઈ પડી હતી.
આગ લાગી એ પરિમલ હેન્ડીક્રાફટની બાજુમાં દિવાલે–દિવાલ જ સાવ જર્જરિત પડુ પડુ હાલતામં ખંઢેર જેવુ મકાન છે. જેનો પહેલો માળ તો સાવ પડી ગયા જેવો જ હતો. જેને લઈને પણ ફાયરબ્રિગેડે થોડી વધુ તકેદારી રાખવી પડી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech