રાજકોટ, જેતપુર, મોરબી અને સુરતમાં બ્રાંચ ધરાવનાર મની પ્લસ ઇન્વેસ્ટમેન્ટ શરાફી મંડળીના મેનેજિંગ ડાયરેકટર અલ્પેશ દોંગા સામે વધુ એક ગુનો નોંધાયો છે. અગાઉ જેતપુરમાં મંડળીના કર્મચારીએ મંડળી દ્વારા રોકાણકારોના પૈસા પરત ન આપવામાં આવતા ગળાફાંસો ખાઈ લીધો હતો. જે અંગે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધાયા બાદ રાજકોટના રોકાણકારે મંડળીના એમ.ડી અલ્પેશ દોંગા સામે રૂપિયા 11 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
રાજકોટમાં ઢેબર રોડ પર શ્રમજીવી સોસાયટી શેરી નંબર 2/5 ના ખૂણે રહેતા અને દેવપરા મેઇન રોડ પર પ્રણામી ચોકમાં સમા મંડપ સર્વિસ નામે મંડપ સર્વિસનો વ્યવસાય કરતા રજાકભાઈ ખમીશાભાઈ સમા(ઉ.વ 43) દ્વારા માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી ફરિયાદમાં મની પ્લસ શરાફી મંડળીના માલિક અલ્પેશ ગોપાલભાઈ દોંગાનું નામ આપ્યું છે.
રજાકભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, અગાઉ તેઓ જંગલેશ્વર પ્રણામી ચોકમાં રહેતા હતા ત્યારે મની પ્લસ મંડળીના એજન્ટ દિલીપ સોરઠીયા મારફત તેઓ મંડળીની મવડી મેઇન રોડ પર શિવ શક્તિ ડેરીની સામે આવેલી ઓફિસે ગયા હતા જ્યાં મંડળીના મેનેજિંગ ડાયરેક્ટર અલ્પેશ દોંગા સાથે મુલાકાત થઈ હતી. આ અલ્પેશ દોંગા એ જણાવ્યું હતું કે, મંડળીમાં છ વર્ષે રૂપિયા ડબલ કરવાની એક સ્કીમ છે જેમાં સારો એવો નફો મળશે જેથી તારીખ 8/6/2015 ના રજાકભાઈ રૂપિયા 20 લાખ લઈ આ મંડળીમાં રોકાણ માટે અલ્પેશભાઈને આપ્યા હતા.
ત્યારબાદ તા.8/6/2019 ના આ રકમ પાકતી હતી જે 40 લાખ થવાની હતી પરંતુ ફરિયાદીને 2019 માં ધંધાના કામ માટે પૈસાની જરૂરિયાત પડતા તેણે અલ્પેશભાઈની ઓફિસે જઈ એફ.ડી તોડી પૈસા પરત આપવાનું કહેતા હિસાબ કરતા રૂપિયા 29.80 લાખ મળશે તેવું જણાવ્યું હતું અને કહ્યું હતું કે, થોડા સમયમાં તમારા રૂપિયા ડબલ થઇ જશે રાહ જુઓ. પરંતુ ફરિયાદીએ કહ્યું હતું કે મારે હાલ પૈસાની જરૂર છે જેથી અલ્પેશે ફરિયાદીને 2019 અને 20 ના વર્ષ દરમિયાન કટકે-કટકે રૂપિયા 9 લાખ પરત આપ્યા હતા. પરંતુ બાકીની રકમ પરત આપતો ન હતો.
દરમિયાન ફરિયાદીએ બહુમાળી ભવન સ્થિત જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી કચેરી ખાતે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, તેમને રોકાણ કરેલી આ રકમ અલ્પેશે મંડળીમાં રોકાણ કરવાના બદલે પોતાના અંગત ઉપયોગમાં લીધી હતી જેથી તેમણે અરજી પણ કરી હતી. તેમછતા પણ અલ્પેશ દ્વારા ફરિયાદીને તેની બાકી રહેતી રકમ રૂપિયા 11 લાખ પરત ન આપતા અંતે તેમણે આ અંગે આ ફરિયાદ નોંધાવતા પોલીસે મની પ્લસ શરાફી મંડળીના એમ.ડી અલ્પેશ દોંગા સામે આઇપીસીની કલમ 406,420 મુજબ ગુનો દાખલ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,મની પ્લસ મંડળીના એમ.ડી અલ્પેશ દોંગાએ રોકાણકારોએ રોકેલા પૈસા પરત ન આપતા મંડળીના જેતપુર સ્થિત એજન્ટ વિનુભાઈ ઉર્ફે વિનોદભાઈ પાદરીયાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જે અંગે જેતપુર સિટી પોલીસમાં અલ્પેશ દોંગા સામે ફરિયાદ થયા બાદ તેની ધરપકડ પણ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech