રાણાવાવના ખંડણીખોર આર.ટી.આઇ. એકટીવિસ્ટ વિનોદ પરમાર સામે વધુ એક થઇ એફ.આઇ.આર.

  • April 04, 2025 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર નજીકના રાણાવાવ ગામના આર.ટી.આઇ. એકટીવિસ્ટે બાંધકામ ગેરકાયદેસર કર્યુ છે તેમ જણાવીને નગરપાલિકામાં અરજી કર્યા બાદ ક્ધસ્ટ્રકશનના ધંધાર્થી પાસેથી સાડા ત્રણ લાખ ‚પિયા પડાવ્યા હોવાનો ચકચારી ગુન્હો દાખલ થતા ભારે ચર્ચાઓ જાગી છે અને પોરબંદર અને રાણાવાવમાં બાંધકામ સંબંધે અરજીઓ કરીને પૈસા કટકટાવનારાઓ સામે નિર્ભયપણે આગળ આવવા પોલીસે અપીલ કરી છે.
ક્ધસ્ટ્રકશનના ધંધાર્થીએ નોંધાવી ફરિયાદ
રાણાવાવમાં ક્ધયાશાળા પાસે રહેતા અને ભંગારનો ડેલો ઉપરાંત ક્ધસ્ટ્રકશનનું કામ કરતા ટપુભાઇ બાબુભાઇ કમાણી નામના ૬૫ વષૃના વૃધ્ધે રાણાવાવના નામચીન આર.ટી.આઇ. એકટીવિસ્ટ વિનોદ હેમરાજ પરમાર સામે ‚ા. સાડા ત્રણ લાખની ખંડણી પડાવ્યાનો ગુન્હો દાખલ કરાવ્યો છે. 
જુના બાંધકામવાળુ મકાન ખરીદ્યુ
ટપુભાઇ કમાણીએ નોંધાવેલી ફરિયાદમાં એવુ જણાવ્યુ છે કે રાણાવાના સ્નેલ રોડ પર એક જુનુ મકાન આવેલુ હતુ. તેના મૂળમાલિકો જુસબ સુલેમાન ગની, યુનુસ સુલેમાન ગની,નજીર સુલેમાન ગની, અકબરઅલી મોહમદ ગની તથા અમીના અલી મોહમદ ગનીના માલિકીહકક વાળુ હતુ. તેઓ આફ્રિકા રહેતા હોવાથી આ મકાન પાવર  ઓફ એટર્નીથી વેચાણ કરવા સીંકદરભાઇ મહોમદઅલી કમાણીને આપ્યુ હતુ. અને સીકંદર પાસેથી આ જુનુ મકાન બાંધકામની મંજૂરી સહિતના વેચાણ દસ્તાવેજ રાણાવાવની સબ રજિસ્ટર કચેરીમાં તા. ૫-૪-૨૦૨૩ના કરાવ્યો હતો. 
બાંધકામને રોકવા માટે અરજીની ધમકી
ટપુભાઇ કમાણીએ બાંધકામની મંજૂરી મુજબ નવુ બાંધકામ શ‚ કર્યુ હતુ અને તે પૂર્ણતાના આરે હતુ ત્યારે ત્રણ મહિના પહેલા વિનોદ હેમરાજ પરમાર કે જે પોતાને આર.ટી.આઇ. એકટીવિસ્ટ કહે છે અને રાણાવાવના આશાપુરા ચોકમાં જુની પોસ્ટઓફિસ પાસે રહે છે. તેણે અંજુમન પુલ પાસે ટપુભાઇ કમાણીને ઉભા રાખીને એવુ જણાવ્યુ હતુ કે ‘સ્નેલ રોડ પર તમે બાંધકામ કરેલ છે તે બાંધકામ ગેરકાયદેસર છે અને નગરપાલિકામાં એ બાંધકામ રોકાવવા હું અરજી કરીશ.’ આથી ફરિયાદીએ કહ્યુ હતુ કે, ‘મે કાયદેસર દસ્તાવેજ કરીને મંજૂરી મુજબ બાંધકામ કર્યુ છે.તેમ કહેતા વિનોદે ‘સમય આવસે ત્યારે હું તમને કહીશ કે તમારું બાંધકામ કેટલુ સાચુ છે’ આ પ્રકારની ધમકી આપી હતી.
મિત્ર અનીશ પીરજાદાને કરી વાત
ટપુભાઇ કમાણીએ આ બાબતે તેના મિત્ર અનિશ બચુમીયા પીરજાદાને વાત કરી હતી. અને અનીશે નગરપાલિકામાં તપાસ કરાવતા એવુ જાણવા મળ્યુ કે વિનોદ પરમારે ટપુભાઇના બાંધકામ વિષે નગરપાલિકામાં અરજી કરી છે. 
અરજી પાછી ખેંચવાના પાંચ લાખ માગ્યા
ટપુભાઇ એ મિત્રતાના દાવે અનીશને કહ્યુ હતુ કે વિનોદ આર.ટી.આઇ. એકટીવિસ્ટ છે અને કોઇપણ રીતે મને હેરાન કરશે તેથી તું વિનોદને સમજાવવાનો પ્રયત્ન કરજે. આથી અનીશે વિનોદ સાથે વાત કર્યા બાદ એવુ જણાવ્યુ કે વિનોદ પરમાર અરજી પાછી ખેંચવાના  પાંચ લાખ ‚પિયા માંગે છે. 
બાંધકામ સ્થળે પહોંચી ગયો
તા. ૨૧-૩-૨૦૨૫ના ટપુભાઇ અને અનિશ બાંધકામ થયુ ત્યાં ઉભા હતા ત્યારે આર.ટી.આઇ. એકટીવિસ્ટ વિનોદ હેમરાજ પરમાર ત્યાં પહોંચી ગયો હતો અને એવું કહ્યુ હતુ કે, ‘તમારું બાંધકામ ખોટુ છે અને નગરપાલિકામાંથી  અરજી ખેંચાવવી હોય તો તમારે મને છેલ્લા સાડા ત્રણ લાખ ‚પિયા આપવા પડશે.’ તેવી બળજબરી કરી હતી અને કહ્યુ હતુ કે, ‘હું તમને આ કામમાં નડીશ નહી અને અરજી પણ પાછી ખેંચી લઇશ’ આવી વાત કરી હતી. 
મિત્ર મારફતે મોકલ્યા પૈસા
વિનોદ પરમારની આ ધમકીથી ટપુભાઇએ બાંધકામ અટકી જશે તેવો ડર લાગતા સાડા ત્રણ લાખ ‚પિયા ખંડણીના આપવાની હા પાડી હતી અને અનીશ પીરજાદા મારફતે સાડા ત્રણ લાખ ‚ા. ખંડણીના તા. ૨૧-૩-૨૫ના બપોરના સમયે મોકલી દીધા હતા અને સાંજે અનીશે એવુ જણાવ્યુ હતુ કે વિનોદને પૈસા મળી ગયા છે. 
અરજી પાછી ખેંચી લીધી
વિનોદ હેમરાજ પરમારને પૈસા મળ્યાબાદ ફરીથી તે ટપુભાઇને મળ્યો ન હતો પરંતુ નગરપાલિકામાં તપાસ કરતા બાંધકામ અટકાવવા અંગેની અરજી પાછી ખેંચી લીધી હતી આથી ‚ા. સાડા ત્રણ લાખ રોકડા બળજબરીપૂર્વક ખંડણી માટે પડાવ્યાનો ગુન્હો વિનોદ હેમરાજ પરમાર ઉપર દાખલ થયો છે. પોલીસ દ્વારા પણ લોકોને આવા બનાવમાં નિર્ભયતાથી આગળ આવવા અને ગુન્હો નોંધાવવા અપીલ કરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application